રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેર કટારીયા ચોકડી એ આઇકોનિક સહીત ચાર ફ્લાઈઓવર બ્રીજ માટે 185 કરોડ મંજુર કરવામાં આવેલ છે. જે માટે રાજકોટ વિભાનસભા -69ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ એ મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરેલ છે. ધારાસભ્ય એ જણાવેલ છે કે લોકોના જનજીવનની સુવિધા સુખાકારી ધ્યાને લઈ મહત્વનો નીર્ણય કરવામાં આવેલ છે. રાજકોટ શહેર નો દિન પ્રતિદિન વિકાસ થતો જાય છે અને ટ્રાફિકની સમસ્યા રહે તે સ્વાભાવિક છે.મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ફ્લાયઓવર બ્રીજ ઘટક અંતર્ગત રાજકોટ મહાનગર માં ચાર ફ્લાયઓવર નિર્માણની દરખાસ્તને સૈધાંતિક મંજુરી આપી છે. જે સંદર્ભ રાજ્ય સરકાર દ્વારા શહેરનો પ્રથમ આઇકોનિક બ્રીજ કટારીયા ચોકડી નો પણ સમાવેશ કરવામાં આવેલ છે. રાજકોટમાં કટારીયા ચોકડી પર અંડરબ્રીજ અને ફ્લાયઓવર બ્રીજના ફ્રેઝ-2 નું કામ રૈયા ગામથી રૈયા સ્માર્ટસીટીના ડી.પી. રોડ પર વોંકળા બ્રીજ નિર્માણ 150 ફૂટ રીંગરોડ પર કટારીયા ચોકડીથી સ્માર્ટસીટી તરફ જતા રોડ પર ત્રણ બ્રિજના વાઈડનીંગ કામ તેમજ ખોખળદળ નદી પર કોઠારિયા તથા લાપાસરી ને જોડતા માર્ગપર હાઈલેવલ બ્રીજ બનાવવાના કામોનો સમાવેશ કરવામાં આવે છે. આ કામગીરી થતા રાજકોટ શહેરને ટ્રાફિકની સમસ્યા મનહદ અંશે હલ થશે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog