રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત શહેરના મધ્યમાં રામનાથપરા મુક્તિધામમાં જાન્યુઆરી – ૨૦૨૪ થી જૂન – ૨૦૨૪ સુધીમાં ૨૫૦૦ લોકોને અગ્નિદાહ અપાયા હતા. તેમનો અસ્થી પૂજનનો કાર્યક્રમ તા. ૭/૭ને રવિવારે સવારે ૮/૩૦ થી ૧૦/૩૦ વાગ્યા સુધી બ્રાહ્મણોએ શાસ્ત્રવિધિ મુજબ યોજાશે. મૃતકોના તમામ સ્વજનોને સરગમ ક્લબ દ્વારા વ્યક્તિગત પત્ર લખી જાણ કરવામાં આવેલ છે. રવિવારે અસ્થી પૂજનની વિધી માટે પરિવારના સદસ્યોએ રામનાથપરા મુક્તિધામમાં આવવું. સરગમ ક્લબ આગામી તા. ૧૧/૭ મી ગુરૂવારએ આ તમામ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર મૂકામે સવારે ૭ કલાકે હરકિ પેઠી ઉપર થશે. દરેક મૃતક વ્યક્તિનું નામ બોલી બોલીને અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરાશે. જે પરિવારના વ્યક્તિનાં અવસાન થઇ ગયેલ છે. તેમના પરિવારને કૂરિયર મારફત લેટર મોકલી આપેલ છે. જે પરિવારને અસ્થિ જુદા રાખવા હોય તેમને તા.૬/૭ સુધીમાં રામનાથપરા મુક્તિધામની ઓફિસમાં ફોન નંબર ૦૨૮૧ ૨૨૨૧૯૫૦ / ૨૨૩૭૯૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. સમગ્ર અસ્થી પૂજનની વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા મુક્તિધામના ઇન્ચાર્જ રમેશભાઈ અકબરી સાથે મનસુખભાઈ ધંધુકિયા અને બંને કલબના તમામ કમિટી મેમ્બર વ્યવસ્થા સંભાળશે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog