અમરેલીમા આર.ટી.ઓ સામે આવેલ એક મકાનમા તસ્કરો મોબાઇલ અને રોકડ મળી કુલ રૂપિયા ૩૨ હજારના મુદામાલની ચોરી કરીને લઇ જતા આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
૨૧ વર્ષીય દર્શનભાઇ ચંદુભાઇ ગોહિલ નામના યુવકે અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તે અને તેમના માતા ઘરે સુતા હતા અને સવારે ઉઠયા હતા. તેમના માતાએ ઓસીકા હેઠળ રાખેલ મોબાઇલ જોવા ન મળતા તેમણે જાણ કરી હતી. જો કે દર્શનભાઇનો મોબાઇલ પણ જોવા મળ્યો ન હતો.
બાદમા તપાસ કરતા પર્સ પણ જોવામા આવેલ ન હોય તેમા જરૂરી ડોકયુમેન્ટ તેમજ ૧૦ હજાર રોકડ હતા. કોઇ તસ્કરો તેમના મકાનમાથી મોબાઇલ અને રોકડ મળી કુલ રૂપિયા ૩૨ હજારના મુદામાલની ચોરી કરીને લઇ ગયા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog