મેનેજીંગ ડિરેકટર પ્રિતી શર્માએ તમામ સર્કલનો નિયમિત રીવ્યુ લેવાનો આદેશ કર્યો
મેનેજિંગ ડિરેકટર પ્રીતિ શર્મા દ્વારા તા. 27.06 ના રોજ સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાઓના અધિક્ષક ઈજનેરોને ચોમાસા દરમિયાન વીજ પુરવઠો જાળવવા માટે ક્લોઝ મોનિટરિંગ કરવાની સૂચનાઓ પાઠવેલ તથા વિશેષ મુખ્ય ઈજનેરોને આ માટે જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી, જેમાં દરેક અધિક્ષક ઈજનેરને મેઈનટેનન્સ રિવ્યુ કરવા ફોલ્ટ રેક્ટીફિકેશન એક્ટિવિટીનું ક્લોઝ મોનિટરિંગ કરવા અને દરેક અધિક્ષક ઈજનેરને પોતાના જિલ્લાની સઘન મુલાકાત કરવાની તાકીદ કરવામાં આવી હતી. પીજીવીસીએલના દરેક જિલ્લાના અધિકારીઓને, જિલ્લા પ્રશાસન સાથે સંપર્કમાં રહેવાની સૂચન પણ કરવામાં આવેલ. મટીરિયલ મેનેજમેન્ટ બાબતે દરેક અધિક્ષક ઈજનેરે પોતાના સર્કલનો રેગ્યુલર રિવ્યુ કરવા અને પૂરતા મટિરિયલની આપૂર્તિ તાપસવાનું જણાવેલ હતું. આ અંગે મુખ્ય ઈજનેર મટિરિયલને પણ સૂચના આપવામાં આવેલ તેમજ વીજ પુરવઠો જાળવવા પૂરતા મટીરિયલની વ્યવસ્થા જાળવવા તાકીદ કરેલ હતી.