શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ અને સમસ્ત સૌરાષ્ટ્ર માટે અત્યંત ગૌરવના સમાચાર છે કે રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને 1993 બેચના IIS અધિકારી ડો. ધીરજ કાકડીયા પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સચિવ બન્યા છે. 1982-84 દરમિયાન રાજકોટ ગુરુકુલમાં અભ્યાસ દરમ્યાન ધોરણ 10 અને ધોરણ 12 માં બોર્ડમાં નંબર મેળવી ગુરુકુલનું નામ રોશન કર્યું હતું અને સંતોને ખૂબ રાજી કર્યા હતા. ત્યારથી જ અતિ તેજસ્વી કારકિર્દી ધરાવનાર ડો. કાકડીયાએ LD એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદમાંથી BE ઇલેક્ટ્રોનિક્સની ડિગ્રી મેળવી છે. “મહાત્મા : અ ગ્રેટ કોમ્યુનિકેટર” વિષય ઉપર એમનું પુસ્તક સુપ્રસિદ્ધ છે. આ પુસ્તકની પ્રસ્તાવના ભારત રત્ન ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે લખેલી હતી. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વ પ્રથમ પ્રકાશિત થયેલ સદવિદ્યા માસિકમાં એમના આધ્યાત્મિક લેખો મુમુક્ષુ વાચકોને સત્સંગનું મહામૂલું ભાથું પૂરું પાડે છે. ગુજરાત સરકારમાં મનોરંજન કર કમિશનર, ગ્રામીણ વિકાસ વિભાગમાં અધિક કમિશનર અને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ વિભાગમાં ડાયરેક્ટર તરીકે પણ તેમણે ફરજ બજાવેલી છે. અગાઉ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદમાં લગભગ એક દસકા સુધી તેઓ ડાયરેક્ટર પદે રહ્યા હતા. ગુરુકુલ સંસ્કૃતિના પુનરોધ્ધારક પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય જોગી સ્વામી વગેરે મોટા સંતોના તેઓ કૃપાપાત્ર રહ્યા છે. હાલમાં ગુરુમહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના અત્યંત કૃપાપાત્ર શિષ્ય એવા ડો. કાકડીયાને ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા એમના હસ્તે ગુરુકુલ, સંપ્રદાય અને રાષ્ટ્ર્રની ખૂબ મોટી સેવા કરે તેવા આશીર્વાદ પાઠવ્યાં હતાં.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD