બહુમાળી ભવનનાં પાંચમાં માળે સરકારી કચેરીનો રૂમ બારોબાર ભાડે આપી દેવાયો!? બે વર્ષથી ભાડુ વસુલાતુ હતુ: કલેકટરે તપાસનો આદેશ કર્યો
રાજકોટ શહેરનાં બહુમાળી ભવનની વિવિધ સરકારી કચેરીઓમાં અનેકવાર લોલંલોલ ચાલતુ હોવાનાં કિસ્સા બહાર આવે છે ત્યારે, આવોજ એક વધુ કિસ્સો સામે આવેલ છે. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ શહેરનાં બહુમાળી ભવનનાં પાંચમા માળે જે-તે સમયે એટલે કે વર્ષ 2007માં નાયબ કાર્યપાલક ઈજનેર ગુણવતા નિયમન કચેરી માટે બે રૂમો ફાળવાયા હતા. આ બે રૂમો પૈકી એક રૂમ કોઈની મંજુરી વિના, બારોબાર છેલ્લા બે વર્ષથી ખાનગી કોમ્પ્યુટર કર્મચારીને ભાડે આપી દેવામાં આવેલ હતો અને તેનું ભાડુ પણ વસુલવામાં આવતુ હતું. આ અંગેની ફરિયાદ રાજકોટ જિલ્લા કલેકટર સુધી પહોંચતા તેઓએ આ અંગે તપાસનાં આદેશ કર્યા છે અને શહેર માર્ગ મકાન વિભાગને તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના આપી છે. આ સુચનાનાં પગલે માર્ગમકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેરે તપાસ શરૂ કરી દીધી છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD