ઇન્ચાર્જ ડે. ફાયર ઓફિસર ગઢવી રજા ઉપર ઉતરી ગયા !?
હવે સીએફઓ પણ ટીપીઓની જેમ ઇન્ચાર્જ : 70થી વધુ અરજીઓનો નિકાલ તુરંતમાં થવાની આશા
રાજકોટ મહાપાલિકામાં ટીઆરપી ગેમઝોન આગ કાંડ બાદ બે મહત્વની શાખા ટાઉન પ્લાનીંગ અને ફાયર ઇમરજન્સી શાખાના વડાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે જે રીતે ઇન્ચાર્જ ટીપીઓ મુકવામાં આવ્યા છે તે રીતે સરકારે ઇન્ચાર્જ ફાયર ઓફિસરની નિમણુંક પણ કરી છે. રાજકોટના રીજીયોનલ ફાયર સેન્ટરના ત્રણ વર્ષ ચાર્જ સંભાળનાર અને હાલ કચ્છ જિલ્લાના ચીફ ફાયર ઓફિસર તરીકે 10 વર્ષથી ફરજ બજાવતા મુળભુતના અનિલ બી. મારૂને રાજકોટ કોર્પોરેશનને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમનો ભુજનો વધારાનો હવાલો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ભુજના સ્ટેશન ફાયર ઓફિસર સચિન પરમારને સોંપવાનો હુકમ અધિક કલેકટર, પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા (રાજકોટ)એ કર્યો છે. હવે નવા ઈન્ચાર્જ ફાયર અધિકારી આવતા ફાયર એનઓસીની કામગીરી આગળ વધશે એમ માનવામાં આવે છે. એનઓસી માટેની સ્કુલ સહિતની 60 થી 70 અરજી પેન્ડીંગ છે. તેનો નિકાલ થવાની આશા છે. જોકે બીજી તરફ વર્ગ-2ના ડે.ફાયર ઓફિસરનો ચાર્જ જેમને સોંપવામાં આવ્યો છે તે વર્ગ-3ના કર્મચારી ગઢવી પખવાડીયાની મેડીકલ લીવ પર ગયા છે. તેમને તાત્કાલીક સારવારની જરૂર પડી છે. આમ વર્ગ-1ના ઇન્ચાર્જ અધિકારી હાજર થયા ત્યાં વર્ગ-2ના ઇન્ચાર્જ અધિકારી રજા પર ઉતરી ગયા છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD