[3:04 pm, 1/7/2024] Shivangi Writer Bharat Headline: દર્શનભાઈ ચંદુભાઈ ગોહિલ, ઉં.વ.૨૧, રહે. અમરેલી, બાયપાસ રોડ, આર.ટી.ઓ. સામે તા.જિ.અમરેલીના રહેણાક મકાનમાં ગઈ તા. ૧૯/૦૬/૨૦૨૪ નાં રોજ કોઈ અજાણ્યો ચોર ઇસમ પ્રવેશ કરી, રોકડા રૂ.૧૦,૦૦૦/- તથા એન્ડ્રોઈડ મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ.૨૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૨,૦૦૦/- ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય,
જે ઘરફોડ ચોરી અંગે દર્શનભાઇએ ફરીયાદ જાહેર કરતા અમરેલી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૪૦૩૧૦/૨૦૨૪, ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ નોંધાયેલ.
અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા.૩૦/૦૬/૨૦૨૪ નાં રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે ઉપરોકત ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપી:-
રવિ નથુભાઈ મારવાડી, ઉ.વ.૨૦, રહે.સુરેન્દ્રનગર, ફીરદોજ વિસ્તાર, ટીબી હોસ્પીટલ પાછળ, ચાર માળીયા, બ્લોક નં. બી/૧૯, જિ.સુરેન્દ્રનગર,
→ પકડાયેલ મુદ્દામાલ:-
રોકડા રૂ.૩,૫૦૦/- તથા એક રીયલમી કંપનીનો નારઝો ૫૦ આઈ મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ. ૮,૫૦૦/- તથા એક રીયલમી કંપનીનો નારઝો ૧૦ મોડલનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૩,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨૫,૫૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઈ. ભગવાનભાઈ ભીલ, મહેશભાઈ સરવૈયા તથા હેડ કોન્સ. કિશનભાઈ આસોદરીયા, અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાણી તથા પો. કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.
[4:18 pm, 1/7/2024] Shivangi Writer Bharat Headline: ભારત હેડલાઇન
ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
બાબરા ના ગજેન્દ્રભાઈ શેખવાને પાસા હેઠળ ધકેલાયા
અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, ભય જનક વ્યકિતને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી.
અમરેલી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકોને દાદાગીરી, ધાક ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઇસમો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઇ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ નાઓએ ગુનાઓ આચરતા ઇસમ ગજેન્દ્રભાઈ ઉર્ફે બાબભાઈ ભુપતભાઈ શેખવા, ઉ.વ.૪૨, રહે.બાબરા, તા.બાબરા, જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.
આવા ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયા નાઓએ ઉપરોકત ઇસમ વિરુધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ગજેન્દ્રભાઈ ઉર્ફે બાબભાઈ ભુપતભાઈ શેખવાને પાસા વોરંટની બજવણી કરી, જિલ્લા જેલ, પાલનપુર ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
પાસા અટકાયતીનો ગુનાહિત ઇતિહાસ:-
(૧) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૪૦૦૩૮/૨૦૨૪, આઈ.પી.સી. કલમ ૩૮૪, ૧૧૪ મુજબ.
(૨) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૪૦૨૬૦/૨૦૨૪, આઇ.પી.સી.કલમ ૩૪૧, ૩૮૪, ૧૧૪ મુજબ.
આમ, ગુનાઓ આચરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ. દયાબેન જસાણી તથા પો.કોન્સ. રમેશભાઈ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog