શહેરની માથાનાં દુ:ખાવારૂપ ટ્રાફિક સમસ્યા હલ કરાવવા કોંગ્રેસ આવી મેદાનમાં
પોલીસના ઉચ્ચ અધિકારીઓને માત્ર તોતિંગ દંડ વસુલી ટાર્ગેટ પુરો કરવામાં જ રસ : કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી
ટ્રાફિકને લગતી ફરિયાદ, સૂચનો મોકલવા અનુરોધ
રાજકોટ શહેરએ મેગાસિટીની હરણફાળ તરફ આગળ ધપી રહેલું શહેર છે. રાજકોટમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર અને શૈક્ષણિક હબ બની ગયું છે. રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થામાં અંધાધુંધી અને અરાજકતા ફેલાઈ રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનવા છતાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવેલ નથી. શહેરના માધાપર ચોકડી, મવડી ચોકડી, રાજનગર ચોક, ચંદ્રેશ નગર ચોક, એસ્ટ્રોન નાલા પાસે, હોસ્પિટલ ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, કોઠારીયા રોડ ચોકડી નાલા પાસે, ગોંડલ રોડ ચોકડી, કાલાવડ રોડ, લોધાવાડ ચોક, ઢેબર રોડ, મક્કમ ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની છે. રાજકોટ શહેર પોલીસ અને ટ્રાફિક વોર્ડન ટ્રાફિક નિયમનને બદલે જાહેર ચોકમાં સાઈડમાં બેસી મોબાઇલમાં અને વાતચીતમાં મશગુલ હોય છે અને હાઇવે પર તોડબાજી કરતા જોવા મળે છે અને રાજકોટ શહેરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ને શહેરીજનો પાસેથી તોતિંગ દંડ વસૂલવાનો ટાર્ગેટ આપેલ હોય તેમ સરકારની તિજોરી ભરી રહ્યા છે અને શહેરીજનોના ખિસ્સા પર કાતર ફેરવાઈ રહી છે. રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા જટીલ બની રહી છે ત્યારે ટ્રાફિક સમસ્યા, ફરિયાદો પ્રશ્નો ઉકેલવા અંગે શહેરીજનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલયે, હોટલ લેમન ટ્રી વાળી શેરી, જિલ્લા પંચાયત ચોક, જાગનાથ પ્લોટ શેરી નંબર 41, રેસકોર્સ સામે, રાજકોટ – 360001 ખાતે તા. 14/7 સુધીમાં રૂબરૂમાં અથવા પોસ્ટ દ્વારા બે નકલમાં લેખિતમાં મોકલી આપવા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે. આવેલ તમામ વ્યાજબી પ્રશ્નો અને ફરિયાદો અંગે આગામી સપ્તાહમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરને ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆતો કરાશે તેમ યાદીમાં જણાવાયું હતું.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD