થાનગઢ: લગભગ છેલ્લા ત્રણેક અઠવાડિયા થી થાનગઢ ના પાંજરાપોળ ખાતે એક પોલીસ મેને ઉભો કરેલો વિવાદ ચર્ચા ના ચગડોળે ચડ્યો છે. જેમાં લાલા ભાઈ પોલીસે ટ્રસ્ટીઓને કથિત ધમકી દીધાની લગભગ ત્રણેક જેટલી પોલિસ ફરિયાદો પણ દાખલ થઈ ગયી છે. જ્યારે આજે તારીખ 28/6/2024 ને શુક્રવાર ના રોજ બપોરે જિલ્લા પોલિસ વડા, ડી.વાય.એસ.પી. લીમડી, થાનગઢ પી.આઈ. તેમજ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, આલકુ બાપુ ભગત તથા પ્રતાપ ભાઈ ખાચર વિગેરે અગ્રણીઓ એ થાનગઢ પાંજરાપોળ ની ઓચિંતી મુલાકાત લઈને અબોલ જીવો ની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
જિલ્લા પોલીસ વડા એ અબોલ જીવો ની મુલાકાત લઈ થાનગઢ પી.આઈ. ને પાંજરાપોળ ખાતે કોઈ પણ વ્યક્તિ નુકસાનકારક પ્રવૃત્તિ કરે તો કોઈ ની પણ શેહ શરમ રાખ્યા વગર કડક હાથે કામગીરી કરવાની સૂચના આપી હતી. તેમજ બિનધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર પાંજરાપોળ ના સમગ્ર પ્રકરણ ના મુખ્ય સૂત્રધાર ની બદલી ગોધરા ખાતે કરવાના સંકેતો પણ આપ્યા હતા. આ સંસ્થા દ્વારા ઇજા પામેલા પક્ષીઓ ને સારવાર આપી જ્યારે તે ઉડવા લાયક થાય ત્યારે તેને ઉડાડવામાં આવતા હોય છે. આજરોજ આવા જ અમુક સાજા થયેલા કબુતરો ને જિલ્લા પોલિસ વડા ના હાથે આકાશ માં ઉડાડીને મુક્ત કરવામાં આવ્યા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD