શહેર પોલીસ દ્વારા ન્યાયીક તપાસ કરી વ્યાંજકવાદનો ભોગ બનનારને ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરાશે : પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા
રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજકવાદ અંગે જનસંપર્ક સભા યોજાઇ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી લીગલ ડ્રાઇવનુ આયોજન કરવા અંગે સુચના આપવામાં આવેલ હોય. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝા ના માર્ગદર્શન હેઠળ અને અધ્યક્ષ સ્થાને તા.૨૮/૦૬/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજકવાદની બદી નાબુદ કરવા અંગે જનસંપર્ક સભાનુ આયોજન કરવામાં આવેલ હતું. રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજીત વ્યાજંકવાદ અંગેની જનસંપર્ક સભા અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ, અધિક પોલીસ કમિશ્નરશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી સજ્જનસિંહ પરમાર સાહેબ ઝોન-૧ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી જગદીશ બાંગરવા સાહેબ ઝોન-૨ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ટ્રાફીક) પુજા યાદવ સાહેબ તેમજ રાજકોટ શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીઓ તથા તમામ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓ તથા જોઇન્ટ કમિશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને જનરલ મેનેજર ઉદ્યોગ કેન્દ્ર રાજકોટ શ્રી કે.વી.મોરી તથા જીલ્લા રજીસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ રાજકોટ શ્રી વિશાલ કપુરીયા તથા રાજકોટ નાગરિક સહકારી બેન્કના ડીરેકટરશ્રી હંસરાજભાઈ ગજેરા તથા રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેન્કના સી.ઇ.ઓ. શ્રી વી.એમ.સખીયા તથા રાજ બેન્કના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી સંજીવ વીરપરીયા નાઓ હાજર રહેલ હતા. જે જનસંપર્ક સભા તા.૨૮/૦૬/૨૦૨૪ ના રોજ કલાક-૧૭/૦૦ વાગ્યા થી કલાક-૧૯/૦૦ વાગ્યા સુધી હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે યોજવામાં આવેલ હતી.
આ જનસંપર્ક સભામાં વ્યાજંકવાદને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજંકવાદ સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલ હતુ. રાજકોટ શહેરમાં રહેતા ઘણા નાગરીકો આર્થીક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને બાદ ભોગબનનાર વ્યકિત તે ઉંચુ વ્યાજ ચુકવતા રહે છે જેમાં મુદ્દલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી ગેરકાયદેસરની પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગબનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે જેના પરીણામે ભોગબનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાય છે જે એક વ્યકિતને નહીં પરંતુ એક પુરા પરિવારને અસર કરતા રહે છે આવી ગેરકાયદેસરની પ્રવૃતી સદંતર બંધ કરાવવા રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદ અંગે જનસંપર્ક સભાનુ આયોજન કરવામાં આવેલ જેમાં વ્યાજંકવાદને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો સીધા આ જનસંપર્ક સભામાં નિર્ભયપણે ભાગ લેવા જાહેર જનતાને આહવાન કરવામાં આવેલ હતુ જેના પરિણામે સદરહુ જનસંપર્ક સભામાં વ્યજંકવાદનો ભોગ બનેલ વ્યકિતઓએ ભાગ લીધેલ હતો તેઓને પ્રથમ ગુજરાત નાણા ધીરધાર કરનાર બાબત અધિનિયમ ૨૦૧૧ બાબતે માહિતગાર કરવામાં આવેલ હતા જેમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત નાણા ધીરધાર કરનાર બાબતે અધિનિયમ અમલમાં છે.
જે કાયદા હેઠળ ગેરકાયદેસર ધીરધારનો વ્યવસાય કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે તેમજ ધીરધારનું લાયસન્સ મેળવેલ હોય પરંતુ સરકારશ્રી ના નિયમ વિરૂધ્ધ ઉંચું વ્યાજ વસુલવામાં આવતું હોય તેઓ વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે જે કાયદાથી સંપુર્ણ વાકેફ કરવામાં આવેલ હતા તેમજ કાયદામાં કોણ ફરીયાદ કરી શકે જે બાબતે કોઇ વ્યકિત દ્વારા પોતે ધીરધારનું લાયસન્સ ધરાવતા ન હોવા છતા વ્યાજે રૂપિયા ધીરાણ કરતા હોય તેવા ઇસમો વિરૂધ્ધ, કોઇ વ્યકિત દ્વારા રીઝર્વ બેન્કની ગાઇડલાઇનના નિયમ વિરૂધ્ધ ઉંચા વ્યાજે ધીરાણ કરવામાં આવતુ હોય તેવા ઇસમો વિરૂધ્ધ, કોઇ વ્યકિત દ્વારા વ્યાજે રૂપિયા આપી બાદ તેની બળજબરી પુર્વક ઉઘરાણી કરી પજવણી કરવામાં આવતી હોય તેવા ઇસમો વિરુધ્ધ તેમજ ગેરકાયદેસર વ્યાજે રૂપિયા આપતા સમયે પ્રોમીસરી નોટ, દસ્તાવેજ, વાહનો લેવામાં આવતા હોય તેવા ઇસમો વિરૂધ્ધ આ કાયદા હેઠળ ફરીયાદ થઇ શકે છે તે બાબતે વાકેફ કરવામાં આવેલ. તેમજ લોકો દ્વારા આર્થીક જરૂરીયાત ઉભી થતા સમયે વ્યાજે રૂપિયા લેવામાં આવતા હોય છે તે સમયે સરકારી/સહકારી બેન્કો પાસેથી, સરકારશ્રી દ્વારા માન્ય બેન્કીંગ વ્યવસાય કરતી બેન્કો પાસેથી જે નિયમો મુજબ લોન આપી નિયમો મુજબ વ્યાજ દર લેવામાં આવતા હોય તેમજ ધીરધારના રજીસ્ટ્રેશન થયેલ પેઢી કે જે નિયમો મુજબ લોન આપતી હોય તેમજ નિયત ધારાધોરણ મુજબ વ્યાજ લેવામાં આવતુ હોય ત્યાંથી લોન ધીરાણ મેળવવા સમજ કરવામાં આવેલ હતી.
તેમજ સાથો સાથ આગામી સમયમાં અમલમાં આવનાર નવા ત્રણ ફોજદારી કાયદા (૧) ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩, (૨) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩, (૩) ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA) ૨૦૨૩ મુજબના કાયદાઓ બાબતે વાકેફ કરવામાં આવેલ. તેમજ હાજર રહેલ આમંત્રીત મહેમાનોશ્રી દ્વારા પણ બેન્ક કે નાણાકીય સંસ્થા પાસેથીજ ધીરાણ મેળવવાનો આગ્રહ રાખવા અંગે તેમજ નાણાકીય સંસ્થાના પ્રકારો જેવાકે જાહેર ક્ષેત્રની બેન્ક, ખાનગી ક્ષેત્રની બેન્ક, સહકારી બેન્ક, ગ્રામીણ બેન્ક, સહકારી મંડળીઓ, વિદેશી બેન્ક બાબતે તેમજ વિવિધ પ્રકારના ધિરાણો, નજીવો વ્યાજદર, વિવિધ યોજનાઓનો લાભ, નિશ્ચિત સમયગાળો.
સન્માનનીય સ્થાન તેમજ ન્યાયપુર્ણ નિવારણ અંગે માહિતગાર કરવામાં આવેલ હતા. રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદ અંગે ભોગબનનારનાઓની જનસંપર્ક સભા યોજવામાં આવેલ હતી. જે જનસંપર્ક સભામાં રાજકોટ શહેરની જાહેર જનતાએ ભાગ લીધેલ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા તેઓને કાયદાથી માહિતગાર કરવામાં આવેલ હતા જે જનસંપર્ક સભામાં કુલ-૨૬ અરજીઓ મળવામાં હોય જે ઉચ્ચ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ છે જે અરજી બાબતે રાજકોટ શહેર પોલીસ દ્વારા ન્યાયીક તપાસ કરી ભોગ બનનારને ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.