પીઆઈ ભાર્ગવ ઝણકાટ અને ટીમે CEIR પોર્ટલની મદદથી મોબાઈલ ફોન શોધી મૂળ માલિકને પરત કર્યા
પ્ર. નગર પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ કે ચોરી થયેલ રૂ।.77 લાખના 20 મોબાઈલ ફોન શોધી પોલીસે મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા હતાં. પ્રાપ્ત વિગત મુજબ, પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારના ગુમ અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન શોધવા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત સાયબર ક્રાઈમના પીએસઆઈ આઇ.એ. બેલીમ, બી.વી. ચુડાસમા અને ટીમે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર પોર્ટલના આધારે સતત મોનેટરીંગ કરી ગુમ અથવા ચોરાયેલ મોંઘાદાટ મોબાઈલ ફોનને ટ્રેક કરી શોધી કાઢવામાં આવ્યાં હતા. જેમાં ગયા માસમાં રૂ.3.77 લાખની કિંમતના કુલ 20 મોબાઈલ ફોન શોધીને તેના મૂળ માલિકને પરત કરાયા હતા. જે કામગીરીમાં પ્ર. નગર પોલીસ મથકના મહેન્દ્રભાઇ વાળા, અરવિંદભાઇ ઝાપડીયા, નગ્માબેન શેખ, જેસલબેન મોરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.