પરમ પૂજ્ય સ્વામી ત્યાગ વલ્લભ સ્વામીના હસ્તે અધિવેશનનું ઉદ્ઘાટન
રાજકોટમાં તા 28, 29, 30, શુક્ર, શનિ, રવિ ના રોજ આત્મીય યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. અધિવેશન ઉદ્ઘાટન પરમ પૂજ્ય સ્વામી ત્યાગ વલ્લભ સ્વામી કરશે તેમજ રાજકોટના ઉદ્યોગ સાહસિક સામાજિક અગ્રણી મૌલેશ ભાઈ ઉકાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપ કુલપતિ ડોક્ટર કમલેશભાઈ જોશીપૂરા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય વિષેશ ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસના આ અધિવેશનના વ્યવસ્થામાં રાજકોટ ભારત ભારતીના પ્રફુલભાઈ સંઘાણી પટેલની આગેવાની નીચે વિવિધ કમિટીઓ અને વિભાગો તડામાર તૈયારી કરી રહ્યા છે. રાજકોટના કેરળ સમાજના અગ્રણી અને અયપ્પા ટ્રસ્ટના મંદિરન ટ્રસ્ટી રમેશભાઈ મેનન રાજકોટ ભારત ભારતીના પ્રમુખ છે હિન્દી સમાજના અગ્રણી અનિલભાઈ ગુપ્તા (બિહાર વાસી) આ સંસ્થાના મંત્રી છે રાજકોટ ભાજપના ભાષાભાષી સેલન મંત્રી આનંદસિંહ (બનારસ)આ સંસ્થાના કોષાધ્યક્ષ છે. ઉપરાંત બંગાળી ઍસોસિયેશનના આતાનું ચક્રવતી બિડારી સમાજના ધનંજય સિંહ રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્થાના સંચાલક વિદ્યાનિકેતનના વિમલ દેવ કપૂર લાખાજી રાજરોડ એસોસિએશન ના અગ્રણી અને જૈન શ્રેષ્ટિ મહેશભાઈ મહેતા આકાશવાણીના નિવૃત્ત અધિકારી બીપીન શર્મા(રાજસ્થાન) ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્રસિંહ ઠાકુર, જાણીતા સામાજિક મહિલા અગણી ડો. મૃણાલિની બેન મ્રાસ્ત્રોતા, જાણીતા સ્કિન તાયભશફહશતિં ડો. મોનાલી બેન પંઢારે (મહારાષ્ટ) ફિઝીઓથેરાપીસ્ટ ડો. અસીમ ચેટર્જી વગેરે વગેરે ભારત ભરતીના આ અધિવેશનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD