દરરોજ 30-30 મિનિટ પત્ની અને વકીલને મળી શકશે ભારત હેડલાઈન, તા.સ્ક ટ્રાયલ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્રણ દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીવા છે. બુધવારે સવારે સીબીઆઈએ લીકર પોલિસી કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી સીબીઆઈએ તેમને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરી ૫ દિવસની કસ્ટડી માગી હતી. લગભગ ૪ કલાક સુધી દલીલો સાંભાળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સાંજે છ વાગ્યે કોર્ટે ચુકાદો આપ્યો. સુનાવણી દરમિયાન કેજરીવાલે કહ્યું કે મીડિયામાં એવા સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે કે મેં સિસોદિયા પર લીકર પોલિસીને લઈને આરોપો લગાવ્યા છે. આ ખોટું છે. મેં કહ્યું હતું કે કોઈ દોષિત નથી. સિસોદિયા પણ દોષિત નથી, તેના પર સીભીખાઈના વકીટો હાહ્યું કે મીડિયામાં જે પણ ચાલી રહ્યું છે તે સાચું છે. બધું તથ્યો પર આધારિત છે. આ પહેલા સુનાવણી દરમિયાન જ કોર્ટ રૂમમાં જ કેજરીવાલની તબિયત બગડી હતી. સુગર લેવલ ઘટી જવાને કારણે તેમને થોડા સમય માટે અલગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જો કે, બાદમાં તેઓ કોર્ટરૂમમાં પરત ફર્યા હતા. સીબીઆઈ ૨૫ જૂને રાત્રે ૯ વાચ્ચે તિહાર ગઈ હતી અને લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અંગે કેજરીવાલની પૂછપરછ કરી હતી. અગાઉ, ઈડીએ ૨૧ માર્ચે મની લોન્ડરિંગના આરોપમાં તેમની પ૨૫કડ કરી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD