તારીખ ૨૮/૦૬/૨૪ને શુક્રવારના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યા દરમિયાન SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર ચોકડી, રાજકોટ ખાતે દિવ્ય અને ભવ્ય ગુરૂપૂર્ણિમા ઉત્સવનુ આયોજન કરવામાં આવેલ છે. આ ગુરુપૂર્ણિમા ઉત્સવમાં ગાંધીનગરથી પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ.અ.મુ. સદ્ શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી (ગુરુવર્ય ૫.પૂ.સ્વામીશ્રી) ખાસ પાધરી રહ્યા છે. આ ગુરૂપૂર્ણિમા ઉત્સવ અંતર્ગત સાંજે ૬ થી ૬:૪૫ દરમિયાન વ્હાલ હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું માધાપર ગામ થી ભવ્યાતિભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવશે ત્યારબાદ ૬:૪૫ થી ૮:૦૦ વાગ્યા સુધી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો તથા ગુરૂપૂજનનો અણમોલ લાભ મળશે અને ૮:૦૦ થી ૯:૦૦ વાગ્યા દરમિયાન પ.પૂ. ગુરુવર્ય સ્વામીશ્રીના નિકટ દર્શન અને આશીર્વાદનો પણ લાભ મળશે.
આ ગુરૂપૂર્ણિમા ઉત્સવના કાર્યક્રમના દિવ્ય અવસરે રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાના સર્વે હરિભક્તોને ગુરુવર્ય પ.પૂ સ્વામીશ્રીના દિવ્ય પ્રત્યક્ષ દર્શન,પૂજન,આશીર્વાદ તથા અનુભવાત્મક દિવ્યવાણીનો અણમોલ લાભ લેવા સાધુ નિર્ગુણજીવનદાસજી, સાધુ અદભુતસ્વરૂપદાસજી, તથા સાધુ ભજનપ્રિયદાસજી તથા SMVS રાજકોટ સત્સંગ મંડળના અગ્રેસર મુક્તોએ ગુરૂપૂર્ણિમાનો લાભ લેવા અનુરોધ કરેલ છે. વધુમાં જણાવવાનુ કે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ તથા પ.પૂ. ગુરુજીના પૂજન માટેની કીટ મંદિરથી પ્રાપ્ત થશે તેમજ કોઈ હરિભક્તોને વિશેષ પૂજન કરવાની ઇચ્છા હોય તો તે હરિભક્તો ફુલહાર, પુષ્પછડી, બૂકે તેમજ ભગવાનને અર્પણ કરવા માટે ડ્રાયફ્રુટ લાવી શકશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ૯૮૨૫૨ ૧૪૪૭૦ ઉપર પ્રકાશભાઈ પાંચોટિયાનો સંપર્ક કરવા જણાવાયું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD