હોસ્પિટલની કહેવાતી “કડક સિક્યુરિટી”ને પણ મ્હાત આપતા તસ્કરો : પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ડોકટરનું બાઈક તસ્કરો ઉઠાવી જતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં એનેસ્થીસીયા વિભાગમાં ફરજ બજાવતા ડો.ભાવેશભાઈ સોમાભાઈ સંઘાણી (ઉ.વ.35, રહે. માંડા ડુંગર શિવપાર્ક, લક્કીરાજ પાર્ટી પ્લોટ પાછળ બાલાજી કોમ્લેક્ષવાળી શેરી, રાજકોટ) એ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.20/06 ના રોજ સવારના આઠેક વાગ્યાની આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોકરી પર ગયેલ. ત્યારે મારુ બાઈક સીવિલ હોસ્પીટલના ટ્રોમા સેન્ટર પાસે આવેલ પાર્કીંગમાં બાઈક પાર્ક કરેલ હતું. બાદ નોકરી પુર્ણ થતાં રાત્રીના સાતેક વાગ્યાની આસપાસ હું પાર્કિંગમાં બાઇક લેવાં ગયેલ ત્યારે મારું બાઈક ક્યાંય મળી આવેલ નહિ અને બાઈક ચોરી થયેલ હોવાનું માલુમ પડ્યું હતું. બાદ ડો.ભાવેશભાઈ સંઘાણીએ બાઈક ચોરીની ફરિયાદ પ્રદ્યુમન પોલીસ મથકમાં નોંધાવી હતી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD