વડ વાજડી ગામની આસપાસના વિસ્તારોમાં કાળા માથાનો માનવી બન્યો કંપની સામે લાચાર
વેફરના પડીકામાં દેડકા અને ઓછા વજનની અનેક ફરિયાદો છતાં તંત્રનું ભેદી મૌન
નદીના વહેણને દબાવી બિનકાયદેસર દબાણ ખડકી દેવાયુ હોવા છંતા તંત્રના આંખ આડા કાન
મલ્ટીનેશનલ કહી શકાય એવી આ કંપનીના કૌભાંડોને ક્યા અધિકારીઓ છાવરી રહ્યા છે.
વડ વાજડી ગામના નદીના પટમાં બાલાજી વેફર્સ કંપનીએ પોતાના નીજી સ્વાર્થ માટે કુદરતી નદીના વહેણને દબાવી માનવસર્જિત આફત ઉભી કરાતા લોકોમાં અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બાલાજી વેફરની કંપનીએ નદીના પટમાં સિમેન્ટ કોન્ક્રીટથી બાંધકામ કરાતા ચોમાસાની સિઝનમાં આ નદીમાં પાણીના પ્રવાહને બાલાજી વેફર્સ કંપનીના બાંધકામથી મોટા પ્રમાણમાં અવરોધ થાય છે. જેનાથી નદીની ખડકોનો તથા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા જાન-માલને નુકશાન થઈ રહ્યું છે. આ બાલાજી વેફર્સ કંપનીની વેફરના પડીકામાં દેડકો નિકળવો, વજન પ્રમાણે ઓછી વસ્તું નીકળવાની અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં તંત્ર કેમ ચુપ છે.. તેવા સવાલો લોકોમાં ગુંજી રહ્યા છે.તેમજ મલ્ટીનેશનલ લેવલની કહી શકાય તેવી આ કંપની દ્વારા લોકો અને ગ્રાહકો સાથે કરાતી છેતરપિંડીના કૌભાંડોને કયા અધિકારીઓ છાવરી રહ્યા છે..? કુદરતી નદી પર દબાણ જેવા અનેક કૌભાંડો બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. શું આ બાલાજી વેફર કંપની સાથે તંત્રની ભાગીદારી છે કે સાંઠગાંઠ !? તેવા પ્રશ્નો લોકોમાં પૂછાઇ રહ્યાં છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD