હાલ દસેક મૃતકના પરિવારજનો એકત્ર થયા છે, વકીલ રોકી આરોપીઓને કડક સજા કરાવવા દસ્તાવેજો – પુરાવા તૈયાર કરવાની પ્રકિયા આરંભી
એસો. પોતાના ન્યાય માટે આરોપી ઉપરાંત સરકાર સામે પડતું હોવાનો અહેસાસ થતા કેટલાક પરિવારો એસોસિએશનમાં આવતા ડરતા હોવાની શંકા
મૃતકોના પરિવારનું એસોસિએશન બનાવી કાનૂની લડત લડવાનો નિર્ણય કરાયો છે. જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. હાલ દસેક મૃતકના પરિવારજનો એકત્ર થયા છે, તેઓએ વકીલ રોકી આરોપીઓને કડક સજા કરાવવા કાગળો બનાવવાની પ્રક્રિયા આરંભી છે. આ અંગે મૃતક જય ઘોરેચાના ભાઈ તુષાર ઘોરેચાએ જણાવ્યું કે, જેમ ઝૂલતા પુલ વાળા બનાવનમાં મૃતકોનું એક આખું એસોસિએશન બન્યું છે. તેવી જ રીતે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારનું એસોસિએશન બનાવવા નિર્ણય લેવાયો છે. હાલ 10 મૃતકના પરીવારજનો એક થઈ વકીલ રોકી તૈયારીઓ શરૂ કરી છે. આગામી સમયમાં રાજકોટની કોર્ટથી લઈ હાઇકોર્ટ સુધી લડત આપવામાં આવશે. હાલ ફક્ત 10 મૃતકના પરિવારજનો જ એકત્ર થયા છે. આ એસો. ન્યાય માટે આરોપી ઉપરાંત સરકાર સામે પડતું હોવાનો અહેસાસ થતા કેટલાક પરિવારો એસોસિએશનમાં આવતા ડરતા હોવાની શંકા છે. પણ આગામી સમયમાં તમામ હતભાગીના પરિવારને સમજાવી એસોસિએશનમાં સમાવવા પ્રયાસ કરવામાં આવશે. ભોગ બનનાર મૃતકોના પરિવારજનો તુષાર ઘોરેચા વગેરે વતી હાલ વકિલ નરેન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ઝાલા, અંજનાબેન ચૌહાણ, ભાલુ મહેન્દ્ર, તલાટિયા ચંદ્રસિંહ, કિશન રાજાણી, કુલદીપસિંહ જાડેજા, હિરેન રૈયાણી, ચંદ્રસિંહ પરમાર, રવિ વાઘેલા, નૃપેન ભાવસાર, હિમાંશુ પારેખ, પરેશ જોબનપુત્રા, દિગવિજયસિંહ જાડેજા, ચાંદનીબેન જાવિયા, પદ્મિનીબેન પરમાર, અજયસિંહ ચુડાસમા, કીર્તિસિંહ ઝાલા, નિધિ ચોંડાગર વગેરે એડવોકેટ ટીમ રોકાઈ છે. વકીલો દ્વારા હાલ જે 10 મૃતકના પરિવારજનો એકત્ર થયા છે તેની પાસેથી મૃતકના તમામ આધાર પુરાવા, કાગળો વગેરે એકઠા કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં તમામ મૃતકના પરિવારને આમાં જોડવા પ્રયત્ન કરાશે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD