સને ૨૦૨૧ માં પોલીસના ગ્રેડ પે બાબતે સરકાર સામે ઝુંબેશ ચાલતી હોય જેના સમર્થનમાં એન.એસ.યુ.આઈ. ના કાર્યકરોએ રાજકોટ કલેકટર કચેરી બહાર કાર્યક્રમ કરેલ, જેમા એન.એસ.યુ.આઈ. ના કાર્યકરો (૧) રોહિત રાજપુત (૨) અભિરાજ તલાટીયા (૩) પાર્થ બગડા, (૪) યશ ભીંડોરા (૫) મિલન ઝંઝવાડીયા (૬) જીત પારેખ (૭)ચિરાગ બારડની ધરપકડ કરીને આઈ.પી.સી. કલમ ૨૮૩ તથા ધ પોલીસ (ઈન્સાઈન્ટમેન્ટ ટુ ડીલ સકસેશન એકટ ૧૯૨૨ ની કલમ ૩ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ અન્વયેના ગુન્હો પ્ર.નગર પોલીસે નોંધેલ અને ચાર્જશીટ રજુ કરેલ જે કેસ કોર્ટમાં ચાલી જતાં રાજકોટની અદાલતે તમામ એન.એસ.યુ.આઈ. ના કાર્યકરોને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસની વિગત એવી છે કે, ગઈ તા.૨૬/૧૦/૨૦૨૧ ના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે એન.એસ.યુ.આઈ. ના કાર્યકરોએ પોલીસ ગ્રેડ પે બાબતે સરકાર સામે ઝુંબશ ચાલતી હોય તેના સમર્થનમાં આકસ્મીક કાર્યક્રમ કરેલ અને જાહેર રસ્તા પર બેસીને ટ્રાફીક અડચણ કરી પોલીસ ફોર્સ તુમ આગે બઢો હમ તુમારે સાથ હે જેવા નારા ઉચારી પોલીસ વિભાગના ઈરાદા પૂર્વક સરકાર પ્રત્યે અસંતોષ પેદા કરાવીને સરકાર વિરૂધ્ધ ઉશ્કેરણી કરી આંદોલન કરીને આરોપીઓએ ગુન્હો કરેલ જે બાબતે પ્ર.નગર પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજુ કરેલ હતુ, ત્યાર બાદ આરોપીઓ સામેનો કેસ ચાલી જતા આ કામમાં આરોપીઓના વકીલની દલીલોને ઘ્યાને લઈ રાજકોટ અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી પરેશ એન. કુકાવા, તથા નરેન્દ્રસિંહ એમ. જાડેજા, વિરલ એસ. ભટ્ટ રોકાયેલા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD