જામકંડોરણાના સાજડીયાળી અને ધોળીધાર ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
“સૌ ને માટે શિક્ષણ અને ભણતર થી કોઈ વંચિત ન રહે”નાં ઉમદા અમલીકરણ ના પગલાં રૂપે કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેની પ્રેરક ઉપસ્થિતિમાં જામકંડોરણા તાલુકાના સાજડીયાળી અને ધોળીધાર ગામની પ્રાથમિક શાળામાં યોજાયો હતો. ગ્રામજનો અને બાળકોના ઉત્સાહ વધારતા જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષણ સુધારણા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કીટ વિતરણ કરાઈ હતી. દાતાઓનું સન્માન કરાયું હતું. મહાનુભાવોએ મધ્યાહન ભોજન યોજનાનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. સાજડીયાળીમાં ૧૦ કુમાર અને ૧૩ કન્યાને જ્યારે ધોળીધાર માં ૧૧ કુમાર અને ૧૩ કન્યા ધો.૧માં પ્રવેશ અપાયો હતો. આ ઉપરાંત ડીડીઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળીધારની પણ મુલાકાત લઈ તેમના તબીબી જ્ઞાન થકી આરોગ્ય સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ભૂલકાઓએ કર્યું હતું. આ તકે તાલુકા વિકાસ અધિકારી એચ.એમ.ભાસ્કર, મામલતદાર કે.બી. સાંગાણી, શાળાના આચાર્ય, શિક્ષકો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD