જમ્મુ કાશ્મીર પોલીસે આ એન્કાઉન્ટર અંગે જણાવ્યું કે ડોડા જિલ્લાના ભદરવાહ સેક્ટરના ગંડોહમાં ચાલી રહેલા સંયુક્ત ઓપરેશનમાં 3 આતંકીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, બુધવારે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળોનો મોટો કળશ પણ મળી આવ્યો છે. આજે સવારે ડોડામાં થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ પાકિસ્તાની નાગરિક છે.
એકે-47 રાઇફલ પણ મળી આવી
જમ્મુ કાશ્મીર પોલીસે આ એન્કાઉન્ટર અંગે જણાવ્યું કે ડોડા જિલ્લાના ભદરવાહ સેક્ટરના ગંડોહમાં ચાલી રહેલા સંયુક્ત ઓપરેશનમાં 3 આતંકીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એમ4 રાઇફલ અને એક એકે-47 રાઇફલ મળી આવી હતી.
11 જૂને ડોડાના છત્તરગલ્લામાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં છ સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા, જ્યારે 12 જૂને ગાંડોહ વિસ્તારમાં કોટા ટોપ પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.
‘ધોક’માં છુપાયા હતા આતંકીઓ
ઘાટીમાં થયેલા આ બેવડા હુમલા બાદથી સુરક્ષાદળો દ્વારા આતંકી વિરોધી અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ઘૂસણખોરી બાદ જિલ્લામાં સક્રિય હોવાનો દાવો કરનારા ચારેય ત્રાસવાદીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોની મદદથી પોલીસે સિનુ પંચાયત ગામમાં આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ આતંકવાદીઓ દ્વારા ‘ધોક’ એટલે કે માટીના મકાનમાં છુપાઈને ભારે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક આતંકી બહાર આવ્યો અને સુરક્ષાબળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. પરંતુ સુરક્ષા દળોના જવાબી ગોળીબારમાં તે માર્યો ગયો હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD