આરોગ્ય અને ઔષધ નિયમન તંત્રની બાલાજી વેફર્સ કંપની સાથે સાંઠ ગાંઠ !?
દાયકા પહેલા વડ વાજડી નદીમાં ગેરકાયદેસર દબાણ કરનાર બાલાજી વેફર્સ કંપનીના ટ્રકો પણ પાણીના વહેણમાં તણાય ગયા હતા !?
બાલાજી વેફર કંપની દ્વારા વડ વાજડી મુકામે પોતાના અંગત સ્વાર્થ માટે વડ વાજડી ગામ તળમાં આવેલ નદીના પટમાં અતિક્રમણ કરી તેમાં કોંક્રિટથી RCC બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે. જે તે સમયના લોધિકા તાલુકાના જવાબદાર મામલતદારના સમયગાળામાં બાલાજી વેફર્સ કંપનીએ વડ વાજડી નદીના પટમાં પ્રવેશ કરીને બાલાજી વેફર્સ કંપનીએ પોતાના અંગત હિત માટે દબાણ કરી આસપાસના ભૌગોલિક અને ભુપુષ્ઠને જાહેર નુકશાન કર્યુ છે અને બાલાજી વેફર્સ કંપની દ્વારા તાજેતરમાં તેમની લાપરવાહી અને છેતરપિંડી જેવી બાબતો બહાર આવી છે, જેમકે તેમની વેફરના પેકેટમાં જામનગર માંથી દેડકો નિકળ્યો અને ગોંડલમાંથી વેફરમાં નિયત કરેલ વજન કરતા ઓછી વસ્તુ નિકળવી વગેરે બાબતોથી તંત્ર દ્વારા હજી સુધી કેમ કોઈ પગલા લેવાતા નથી. વડ વાજડી ગામની જાહેર સંપતિ પર ખતરો મંડાયો છે. કુદરતી સંપતિનો રખેવાળ કોણ ? એવા તંત્ર સામે સવાલ ઉઠયાં છે. એક દાયકા પહેલા વડ વાજડી નદીમાં ગેરકાયદેસર દબાણ કરનાર બાલાજી વેફર્સ કંપનીના ટ્રકો પણ પાણીના વહેણમાં તણાય ગયા હતાં
આ નદી ખુદ કહે છે બાલાજી વેફર્સ કંપનીને હવે મારી જગ્યા ખાલી કરો. દેશના દરેક નાગરિકને શુદ્ધ ખોરાક મળે તે જોવાની જવાબદારી આરોગ્ય અને ઔષધ નિયમન તંત્રની હોય છે. તો પ્રથમ દ્રષ્ટિએ જોતા આ વિભાગની બાલાજી વેફર્સ કંપની સાથે કોઈ સાંઠ ગાંઠ હશે કે શું ?
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD