પૂર્વ ઝોનના ભયગ્રસ્ત 735 કવાર્ટરને નોટીસ : નદી કાંઠેથી સ્થળાંતરની વ્યવસ્થાઓ પણ કરાઇ
પ્રથમ વરસાદ થતા જ ત્રણે સીટી ઇજનેરોને તેડાવતા સ્ટે.ચેરમેન : પૂર્વ ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરાવ્યો : પાણીના નિકાલ માટે વોર્ડવાઇઝ ટીમ
રાજકોટમાં ચોમાસાનો વરસાદ શરૂ થઇ ગયો છે ત્યારે પાણીની ડીઆઇ પાઇપલાઇન નાંખવા, ભૂગર્ભ ગટર લાઇન, પેચવર્ક સહિતની ખોદકામની કામગીરી તાત્કાલીક અસરથી બંધ કરવા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓને સૂચના આપી છે. વાહન ચાલકો અને રાહદારીઓને જોખમ ઉપસ્થિત ન થાય તે માટે અગમચેતીના પગલાં બાબતે ચર્ચા માટે જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરો સાથે બેઠક કરાઇ હતી. જેમાં વર્ષાઋતુને અનુલક્ષીને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને જોખમ ઉભુ ન થાય અને કોઇપણ જાનહાની નિવારી શકાય તે માટે તાત્કાલિક અસરથી કામ બંધ કરવા સુચના આપી હતી. ચોમાસામાં ડામર કામ પેચવર્ક બંધ રાખવા તેમજ ઓછામાં ઓછા આઠથી દસ દિવસ વરસાદ બંધ રહે ત્યારબાદ પેચવર્કના કામ શરૂ કરવા સૂચના અપાઇ હતી. બેઠકમાં સીટી એન્જી. પરેશ અઢીયા, અતુલ રાવલ તથા કુંતેષ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD