બાલાજી વેફર્સ પ્રા.લિ.નો વધુ એક નવો વિવાદ સામે આવ્યો
વેફર્સ કંચેકસના 10 રૂપિયાના પેકેટમાં નિયત વજન કરતા ઓછી વસ્તુ નીકળી
ગોંડલ શહેર ખાતે રહેતા એક વેપારીએ રાજકોટ સ્થિત બાલાજી વેફર્સ પ્રા.લી. ની ગોંડલમાં બાલાજીની ડીલરશીપ માંથી ખરીદેલ વેફરના પેકેટમાં જે વજન લખેલ હોય તે કરતા ઓછા વજનની ખાધ વસ્તુ નીકળેલ હોવાની ફરિયાદ ક્ધઝ્યુમર કોર્ટમાં કરેલ છે.
બાલાજી વેફર્સ પ્રા.લિ.ની પ્રોડક્ટસમાં વેફર્સ અને કંચેકસના જે ૧૦/- રૂપિયા ના પેકેટ આવે છે તેમાં નિયત વજન કરતા ઓછી વસ્તુ નીકળતી હોવાથી ગ્રાહક હકનો ઉપયોગ કરી કોર્ટમાં યોગી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ તેમજ ગોંડલ ખાતે બાલાજી ડીલરશીપ અને બાલાજી વેફર પ્રા.લી. વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેનો કેસ નંબર સીસી/478/2024 થી તા.14/5/2024 રોજ ફરીયાદ દાખલ કરી પોતાના હક્કમાં ચુકાદાની માંગ કરી છે.
તેમજ લોધિકાના વડ વાજડી મુકામે આવેલી શ્રી બાલાજી વેફર્સ પ્રા.લિ. દ્વારા જમીન માંગવામાં આવી ત્યારે ભુતપૂર્વ સસ્પેન્ડ થઈ ચુકેલા કલેકટર પ્રદીપ શર્માએ લોધિકાના વડ વાજડી ગામના સરકારી ખરાબાના રેવન્યુ સર્વે ૧૦૦ પૈકી૧ પૈકીની જમીન ૨૦૦૦૦/-ચો.મી શરતોને આધારે ફાળવવામાં આવી તેમાની અમુક શરતોનું બાલાજી વેફર્સ પ્રા.લિ. દ્વારા પાલન કરવામાં આવેલ નથી અને આસપાસની કુદરતી સંપતિ જેવી કે જમીન નદી જળ પર્યાવરણ જેવી માનવ જરૂરિયાત વગેરે બાબતો પર ભાર દેવામાં આવેલ નથી અને બાલાજી વેફર્સ પ્રા.લિ. ને જમીન ફાળવનાર કલેકટરની ભુજ CID ક્રાઇમે જમીન કૌભાંડના કેસમાં અમદાવાદથી તેમની ધરપકડ કરી હતી. જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતી સામે આવી હતી. તેવી જ ગેરરીતી વડવાજડીમાં પણ ખુલ્લે ફલિત થઈ આવે છે.
ભૂતપૂર્વ સસ્પેનન્ડેડ કલેકટર પ્રદીપ શર્માએ બાલાજી વેફર્સ પ્રા. લી ને ફાળવલે જમીનમાં કોના આશીર્વાદ.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD