શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર વિવિધ મોરચા પ્રમુખ દ્વારા તેમજ વોર્ડમાં વોર્ડ પ્રમુખની આગેવાનીમાં યોગ કરવામાં આવ્યા
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર વિવિધ મોરચા પ્રમુખ દ્વારા તેમજ વોર્ડમાં વોર્ડ પ્રમુખની આગેવાનીમાં યોગ કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેર ભાજપના ઈન્ચાર્જ ડો.માધવ દવે, પરિમલભાઈ પરડવાએ સમગ્ર યોગ દિવસને સફળ બનાવવા માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ તકે યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી મીલન લીંબાશીયા, સહદેવ ડોડીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી બાબુભાઈ માટીયા, જે.પી.ધામેચા, મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલ, કિશાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવા, મહામંત્રી ભરતભાઈ રાદડીયા, રમેશભાઈ કીયાડા અનુસુચિત જાતીના રતાભાઈ પરમાર, મહામંત્રી અજય વાઘેલા, સંજય બગડા, અનુસુચિત જનજાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ દુબલ, મહામંત્રી જય રાઠોડ, જીતેન્દ્ર વાઘેલા તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ રાજુભાઈ દલવાણી, મહામંત્રી વાહિદ સમા, ફિરોજ ડેલા, ઈબ્રાહીમ સોની, સૈયદ એજાઝબાપુ બુખારી, રજાકભાઈ કારયાણીએ યોગ દિવસમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાજકોટ શહેરના વોર્ડ નં. ૧ થી ૧૮ માં વોર્ડ પ્રમુખે જવાબદારી સંભાળી હતી. જેમાં વોર્ડ નં.૧માં કાનાભાઈ ખાણધર, વોર્ડ નં.ર માં રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૩ માં હેમુભાઈ પરમાર, વોર્ડ નં.૪ માં કાનાભાઈ ડંડૈયા, વોર્ડ નં.૫ માં પરેશભાઈ લીંબાશીયા, વોર્ડ નં.૬ માં અંકિતભાઈ દુધાત્રા, વોર્ડ નં.૭ માં કૌશિકભાઈ ચાવડા, વોર્ડ નં.૮ માં જયસુખભાઈ મારવીયા, વોર્ડ નં.૯ માં જયસુખભાઈ કાથરોટીયા, વોર્ડ નં.૧૦ માં રજનીભાઈ ગોલ, વોર્ડ નં.૧૧ માં મહેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૧૨માં યોગેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૩માં કેતનભાઈ વાછાણી, વોર્ડ નં.૧૪ માં મહેશભાઈ મિયાત્રા, વોર્ડ નં.૧૫ માં મયુરભાઈ વજકાણી, વોર્ડ નં.૧૬ માં રાજેશભાઈ લીલા, વોર્ડ નં. ૧૭ માં ઈન્દ્રવીજયસિંહ જાડેજા, વોર્ડ નં.૧૮માં શૈલેષભાઈ બુસાએ દરેક વોર્ડ પ્રમુખે તેમના વોર્ડમાં યોગ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.