ગોડલ તાલુકાના લીલાખા નજીકના ભાદર ડેમ -૧ ખાતે મદદનિશ મત્સ્યોદ્યોગ અધિકારીની કચેરી, ઓફિસ આવેલી છે. પણ આ ઓફિસમાં કાયમી તાળા રહેતા હોવાથી માછીમારો સરકારી સહાયથી વંચિત રહી જાય છે.
પગડીયા લાઈસન્સ ધરાવતા અનેક માછીમારોએ ગયા વર્ષે જુલાઈ 2023 માં ખેડૂત આઈ પોર્ટલ પર પગડીયા સહાય માટે ઓનલાઈન અરજીઓ કરી હતી પરંતુ તે સહાય હજુ મળી નથી ત્યાં ચાલુ વર્ષની સહાય અંગે ઓનલાઈન ખેડૂત આઈ પોર્ટલ પર સરકારી તંત્રએ જાહેરાત કરી દેતા માછીમારો કફોડી હાલતમાં મુકાયા છે.
માછીમારોની ફરિયાદ છે કે ગયા વર્ષનું ફોર્મ ભર્યું હતું છતાં સહાય મળી નથી, આ બાબતે પૂછપરછ કરવા માટે લીલાખા ભાદર ડેમ પર આવેલી મદદનિશ મત્સ્યોદ્યોગ અધિકારીની કચેરી પર રજૂઆત કરવામાં જવાય છે તો કચેરીને કાયમી તાળા મારેલા જોવા મળે છે અને મત્સ્યોદ્યોગની કચેરી જાણે ખંડેર બની ગઈ હોય તેમ નજરે પડે છે.
International yoga day 2024 : શ્રીનગરમાં PM મોદીનું સંબોધન,કહ્યુ-કાશ્મીરની ધરતી યોગ સાધનાની ભૂમિ
મત્સ્ય ઉદ્યોગના અમુક સત્તાધીશો કહે છે કે સહાય મંજૂર થઈને ઉપરથી આવી ગઈ છે, ત્યારે અમુક જવાબદાર અધિકારીઓ એવું કહે છે કે ઉપરથી સહાય મંજૂર થઈને આવી નથી ત્યારે આમાં સત્ય શું તે તો રામ જાણે..! ટૂંકમાં મત્સ્યઉદ્યોગના લાગતા વળગતા સત્તાધીશોના સંકલનના અભાવે પગડિયા સહાય મેળવવા માટે માછીમારોને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક યોજાઈ
શું છે પગડિયા સહાય ?
સરકાર દ્વારા માછીમારોને નાના માછીમારોને પગડિયા સહાય આપવામાં આવે છે. રૂપિયા 15000ની રકમ સામે માછીમારોને 90 ટકા સબસીડી મળે છે. સરકારે નક્કી કરેલી પગડિયા સહાયમાં રૂપિયા 10,000 ની સાયકલ, રૂપિયા 2,000 ની જાળ, રૂપિયા 2000 નું ઇન્સ્યુલેટ બોક્સ તેમજ રૂપિયા 1000નો વજનકાંટો લેવાનો હોય છે.
કોને મળે પગડિયા સહાય ?
મીઠા પાણીમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે આવેલ નદી કિનારે માછીમારી કરતા પગડિયા માછીમારોને સહાય આપવામાં આવે છે. માછીમારી માટે સંબંધિત જિલ્લા કચેરી પાસેથી લાયસન્સ આપવામાં આવે છે. માછીમારોએ આ સહાય મેળવવા માટે આઇ ખેડૂત આઈ પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે.
તાકીદે સહાય ચૂકવવા માછીમારોની માંગ..
આમ તો ચોમાસા દરમિયાન માછીમારી બંધ હોય છે. પરંતુ સરકારની પગડિયા સહાય અંતર્ગતના સાધનોનું વિતરણ એક વર્ષ વીતી ગયું છતાં કરવામા આવ્યું નથી જેમને લઈને તાકીદે સહાયના સાધનો વિતરણ કરવામાં આવે તેવી માછીમારોમાં માંગ ઉઠવા પામી છે.
વીરપુર,જેતપુર,ગોંડલ અને ધોરાજી વિસ્તાના અનેક માછીમારો આ પગડીયા સહાય થી વંચિત છે ત્યારે રાજકોટ મત્સ્ય ઉદ્યોગ કચેરીનો ટેલિફોનિક સંપર્ક કરતા ત્યાંના ફરજ પરના અધિકારી કોટડીયા એ જણાવ્યું હતું કે સાધનો વિતરણ માટે ચૂંટણીની આચાર સંહિતા હતી માટે માછીમારોને વિતરણ કરવામાં નથી આવ્યા હવે થોડા દિવસોમાં વિતરણ કરીશું..! પરંતુ સવાલ એ થાય છે કે ચુંટણી તો આ વર્ષે યોજાય હતી જ્યારે માછીમારોએ તો સહાય માટે ગયા વર્ષે ફોર્મ ભર્યા હતા..! ત્યારે ગુજરાત સરકારની મત્સ્યોદ્યોગની પગડીયા સહાય માં જો તંત્ર દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો બહુ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે તેવી લોકમુખે ચર્ચા જાગી છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD
તસ્વીર:- ગૌરવ ગાજીપરા – વીરપુર