શું રાજકોટ ગ્રામ્ય ફુડ શાખાની વર્ણીરાજ બટર મિલ્ક છાશના સંચાલક સાથે સાંઠગાંઠ !?
ગ્રામ્ય વિસ્તારમાં ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે કરાતા ચેડા !?
છેલ્લા ઘણા સમયથી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતી વર્ણીરાજ બટર મિલ્ક છાશ બાબરા અમરેલી ચોકડી પાસે રાજકોટથી અમરેલી જતા ગ્રાહકે રસ્તામાં નાસ્તા-પાણી માટે હોટેલ હોલ્ટ કર્યો તે પુજા રેસ્ટોરેન્ટ હોટલમાં વર્ણીરાજ બટર મિલ્ક છાશના પાઉચ જમવા કે નાસ્તા કરવા આવે તે ગ્રાહકોને આપવામાં આવે છે. જેમા રાજકોટથી અમરેલી જઈ રહેલા એક ગ્રાહકે પુજા રેસ્ટોરેન્ટમાં છાશના પાઉચનો જથ્થો ખાલી થઈ ગયેલ હોવાથી આજુ બાજુ નાસ્તાની રેકડીમાંથી છાશના બે પાઉચ ખરીદ્યા હતાં. તેમાંથી એક છાશનું પાઉચ ખરાબ અને વાસી થઈ ગયેલ હતુ તે ગ્રાહકે સ્થળ પર ફેકી દીધું અને બીજા પાઉચની છાશ પીતા ગ્રાહકને ફુડ પોઇઝનીંગની અસર થતાં વર્ણીરાજ બટર મિલ્ક છાશના MFG DATE Betch No. Expairy Date વગરના પાઉચમાં FSSAI Lic. No. 10720019000098 લીધેલ તે માર્ચ ૨૦૨૩માં પુર્ણ થઈ ગયેલ છે. તેની સામે ગ્રાહકે ફુડ વિભાગ રાજકોટ ગ્રામ્યને પ્રમાણભુત પુરાવા સાથે તા. ૦૭-૦૬-૨૦૨૪ના રોજ લેખિત ફરિયાદ કરેલ હોવા છતાં ફુડ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવેલ નથી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD