ભારત હેડલાઈન, તા.૧૮ પાવાગઢમાં પ્રતિમાની તોડફોડ મામલે જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને જે બાદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો હતો. જો કે, જે બાદ કેટલીક જગ્યાએ વિરોધના શૂર શાંત થયા હતા તો કેટલીક જગ્યાએ હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં જૈન સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.
જિનપ્રેમ વિજયજી મહારાજ જણાવ્યું કે, ઘટનામાં કડકમાં કડક પગલા ભરી કાર્યવાહી કરવાની માંગ છે અને જે રીતના પગલા ભરાયા છે તેમાં સંતોષ નથી. મહારાજ દ્વારા તમામને સુરત પહોંચવાનું કહેવાયું છે તેમજ વધુમાં કહ્યું કે, આંદોલન શાંતિ પ્રિય રીતે ચાલુ જ રહેશે. સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલ ખાતે ઘરણા પ્રદર્શન શરૂ કરાશે. આપને જણાવીએ કે, સુરતમાં જૈન સંઘમાં ચાલી રહેલી મીટીંગ પૂર્ણ કરી વોક વે ખાતે ધરણા પર ઉતરવા રવાના થયા છે. પાલિતાણામાં જૈન મંદિરમાં તોડફોડનો મામલો માંડ થાળે પડયો હતો ત્યાં હવે પાવાગઢમાં જૈન ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજ લાલઘૂમ થયો છે અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જોકે આગેવાનોની દરમિયાનગીરીથી આ મામલો થોડો શાંત તો પડ્યો પરંતુ હજુ પણ કેટલીક માગણીઓને લઈને જૈન સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk