વાંકાનેર તાલુકામાં જે જમીન ૧૯૫૩માં દાતાઓ દ્વારા મુસ્લિમ સમુદાયના ભુમિહીનોને ભુદાનમાં મળેલ હતી તે જમીનની ખરીદી કરી તેમા પરિવારોના નામો પણ સમાવેશ કરી દીધા
- મોરબી જિલ્લા કલેકટર દ્વારા પણ તેમની વાંકાનેરમાં ભૂદાનમાં લીધેલ જમીનની પણ તપાસ આરંભાઈ ભારત હેડલાઈન, તા.૧૮ ગુજરાત રાજય સેવા (વર્તણૂંક) નિયમો, ૧૯૭૧ની જોગવાઈ અનુસાર કોઈપણ સરકારી કર્મચારી તેની સરકરી ફરજો અદા કરવામાં મુંઝવણ ઉભી કરે અથવા અસર કરે એવું કોઈ રોકાણ કરી શકે નહિ અથવા તેના કુટુંબના કોઈપણ સભ્યને તેમ કરવાની છૂટ આપી શકશે નહિ.
- તેમજ જીસીસી રૂલ્સ-૧૯૭૧ના નિયમ -૨૧ અનુસાર પણ કોઈપણ સરકારી કર્મચારી જેમાં તે નોકરી કરતા હોઈ અથવા તે તત્પુરતો તેને નોકરીમાં રાખવામાં આવ્યો હોઈ તે ખાતા અથવા કચેરીના હુકમો દ્વારા અથવા તે હેઠળ જે-તે સમયે અમલમાં હોઈ એવા કાયદાની જોગવાઈઓ અનુસાર વેંચવામાં આવે અથવા હરાજી કરવામાં આવે તેવી કોઈ મિલ્કત જાતે કે એજન્ટ દ્વારા અથવા તેના પોતાના નામે કે બીજાના નામ પર અથવા સંયુક્ત રીતે કે ભીજાઓની સાથે ભાગમાં ખરીદી શકશે નહિ કે હરાજીમાં તેને માટે બોલી મુકી શકશે નહિં તેવું સ્પષ્ટ જણાવેલ છે.
- પ્રશ્ન એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના એક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા જે ખાતામાં તેઓ સેવા આપે તે ખાતાના વડાને પણ અંધારામાં રાખી ભુદાન સમિતિ દ્વારા વાંકાનેર તાલુકામાં જે જમીન ૧૯૫૩માં દાતાઓ દ્વારા મુસ્લિમ સમુદાયના ભુમિહીનોને ભુદાનમાં જમીન મળેલ હતી તે જમીનની ખરીદી કરી તેમા પરિવારોના નામો પણ સમાવેશ કરી દિધા. શું સરકાર અંધારામાં કે આંખ આડા કાન ? મનપાના અઝઙ એ ભૂદાનમાં મળેલ જમીનને પોતાના નામે કરી લેવાનું મસ મોટું કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
અગ્રીકાંડ બાદ પોતાના કાર્યક્ષેત્રમાં કરેલી કીમિયાગીરી , સાથોસાથ પરિવાર માટે કરી જમીન ખરીદી કરેલ છે. ભૂદાનમાં મળેલ જમીન કાળાંધોળા કરી પોતાના પરિવારના નામે કરી લીધી હોવાનું સામે આવ્યું છે. પરિવારના નામે કરાયેલ જમીનના માલિકોમાં બે વ્યક્તિ સરકારી કર્મચારી હોવાનું ખુલવા પામ્યું છે. વાડીના ગાડા માર્ગે ચાલતું મરવાં ઉછેર કેન્દ્ર કોનું તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. જમીન પોતાના નામે કરવા ગ્રામ પંચાયતના રેકર્ડ સાથે કરી હશે કીમિયાગીરી.. કારણ કે પચાવેલ કે ખરીદેલ આ જમીન કોઈના નામે ટ્રાન્સફર ના કરી શકાય.. તેવો સરકારી નિયમ હોય, તપાસ થાય તો કરોડો રૂપિયાની છેતરપિંડી અને પોતાના ફરજ વિસ્તારમાં કરેલ અનેક કાળા કરતૂતો સામે રાજકોટ મનપાના વોર્ડ નં.૯ ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણા આખરે સકંજામાં પોતાના કાર્યક્ષેત્ર ઉપરાંત TPOના બંગલાને આપી હતી બિનકાયદેસર મંજૂરી ખાતાના વડાને અંધારામાં રાખી ભુદાનની જમીન મેળવી આચાર્ય હતું મસમોટું કૌભાડ !?
કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર, મહેસૂલી તલાટી વિગેરે અંધારામાં કે ભાગ બટાઈ તેવું લોકો પૂછી રહ્યા છે. રાજકોટ મનપાના એક અઝડ એ ભુદાનમાં મળેલ જમીન કાળાધોળા કરી પોતાના પરિવારના નામે કરી લીધી હોવાની વાત સામે આવી છે.
નામે કરવા ગ્રામ પંચાયતના રેકર્ડ સાથે આ અધિકારીએ કરી હશે કીમિયગીરી કારણ કે પચવેલ કે ખરીદેલ આ જમીન કોઈના નામે ટ્રાન્સફર ના કરી શકાય.. તેવો સરકારી નિયમ છે. આ અધિકારી સામે તપાસ થાય તો કરોડો રૂપિયાની છેતરપિંડી અને પોતાના ફરજ વિસ્તારમાં કરેલ અનેક કાળા કરતુતો સામે આવે તેમ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સંત વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ હેઠળ ગરીબ ખેતમજુરો માટે જમીનદારો પાસેથી દાનથી જમીન મેળવી ખેતમજુરોને અપાવી હતી તે જમીનો વેચી મારવાનો કારસો ચાલી રહ્યો છે. ભુદાનમાં મળેલ જમીન ખેડી ન શકીએ તો સરકારને જમીન પરત કરવી પડે છે.
ભૂદાનની જમીન બિનખેતી’ થઈ શકતી નથી. જો કોઈ સંજોગોમાં તે બિનખેતી કરવી પડે તો ફરજિયાત રીતે સરકારની મંજુરી લેવી પડે છે. જો આ જમીન ખેડવી ન હોય તો તે સરકારને પરત કરવી પડે છે. આ જમીન ઉપર જેને જમીન ફાળવાઈ હોય તે જ ખેતી કરી શકે છે. સરકારની પૂર્વ મંજુરી વગર ભૂદાનની જમીનનો નિકાલ થઈ શકે નહીં. મહેસૂલ વિભાગના પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે ભૂદાન સમિતિ જેવી કોઈ સંસ્થા હયાત નથી, માટે આ સંસ્થા પ્રમાણપત્ર આપી શકતી નથી. ખેડૂત સામે પણ કાર્યવાહી થઈ શકે. સરકારશ્રીના મહેસુલ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ જો કોઈ ખેડૂત પોતાની પાસે રહેલી ભૂદાનની જમીન વેચી નાખે તો સામાન્ય જમીનના કાયદા મુજબ તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
સરકારી જોગવાઈ મુજબ ભૂદાનમાં મળેલી જમીનના ૭-૧૨ અને ૮- અના ઉતારામાં ‘ભૂદાન સમિતિ SITની તપાસમાં પણ તેમના જમીન જેવા કૌભાડોની થઈ શકે છે તપાસ તરફથી’ આ લખવું ફરજિયાત છે. મહેસૂલ વિભાગમાં તા ૩-૧૧-૮૮ના પત્રક ક્રમાંક ભદન-૨૭૮૪-૧૭૭૯-૬ મુજબ ૭-૧૨ના ઉતારા માંથી ભુદાન હટાવી શકાય નહીં તે કયારેય કમી થઈ શકે નહીં. જો કે ભૂદાન સમિતિ ૭- ૧૨ના ઉતારામાંથી પોતાનો હક-દાવો જતો કરવા માટે ‘ના વાંધા પ્રમાણપત્ર’ આપે છે, જે ખોટું છે.
ભૂદાનમાં આપેલી જમીન અંગેની શરતો બાબતે આપેલી સૂચનાઓમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલું છે કે ભૂદાનની જમીન દાનમાં મેળવનાર વ્યક્તિ દાન આપનાર વ્યક્તિને પ્રાપ્ત એવા તમામ અધિકારો તે જમીન ઉપર ધરાવી શકે છે. એટલે જો દાન આપનાર વ્યક્તિની જમીન મૂળ નવી અને અવિભાજ્ય શરતની હોય તો તેટલા જ મર્યાદિત હક્કો દાન મેળવનાર વ્યકિતને હોય અને અને પ્રાપ્ત થાય. વળી જો દાન આપનારની જમીન જૂની શરતની હોય તો દાન મેળવનાર વ્યકિત/પૂરા હક્કવાળી મેળવશે. વધુમાં ભૂદાનમાં આપવામાં/મેળવવામાં આવેલી જમીન ખાતેદારે જાતે ખેડવાની હોય છે.
આ જમીન વેચવાની, ભાગે કે સાથેથી આપવાની હોતી નથી તેમજ પડતર પણ રાખવી નહીં એવી શરતે અપાયેલી હોય છે. તે સંજોગોમાં આ જમીનનું વેચાણ કરવામાં આવે તો ટ્રાન્સફર કે અન્ય ત્રાહિતના કબજે સોંપવામાં આવે તો ચોકક્સપણે શરતનો ભંગ થાય. આમ ભૂદાનમાં મેળવવામાં આવેલ જમીન તેવા જમીન ધારણ કરનાર વેચી કે તબદીલ કરી શકે નહીં. તે સંજોગોમાં આ જમીન અંગે સત્તા પ્રકાર મૂળ જે હોય તે જ રહે છે. તેથી ભૂદાનમાં મેળવવામાં આવેલી જમીનને જે તે જમીન ધારણ કરનાર કોઈપણ સંજોગોમાં વેચી શકશે નહીં તેવી રેવન્યુ રેકર્ડમાં ફેરફાર એન્ટ્રી પાડવી જોઈએ અને બીજી જે પણ કાર્યવાહી કરવાની થાય તે પણ સરકારશ્રીએ આપેલી સૂચનાઓ મુજબનો અમલ કરવાનો રહેશે. શું તંત્ર આ ભાબતે અજાણ છે કે આંખ આડા કાન કરી રહ્યું છે !!!