૧૫ નમુના સ્થળ ચકાસણી કરાઇ; ૧૨ને લાયસન્સ બાબતે નોટિસ ભારત હેડલાઈન, તા.૧૮ રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા માટે સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે આજે હાથ ધરાયેલા ચેકિંગમાં ડેરી અને આઈસ્ક્રીમના ધંધાર્થીઓને ત્યાંથી ૪ નમૂના લેવાયા હતા. જેમાં અમૂલ તાજા દૂધ અને આઈસ્ક્રીમ સહિતના જુદા જુદા ૪ નમુના લેવામાં આવ્યા હતા. તો સાથે જ ૧૫ જેટલા નમુનાની સ્થળ પર ચકાસણી કરીને ૧૨ને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નિર્મલા રોડ, ફાયર બ્રિગેડ સામે, આવેલા તીરૂપતિ મદ્રાસ કાફેની તપાસ કરતા પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર, કાલાવડ રોડ ઉપર આવેલા બેંગાલ સ્વીટ્સની તપાસ કરતા પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
અમુલ તાજા દૂધ (500ML PKD)નો ઉમિયા ડેરી એન્ડ પ્રોવિઝન સ્ટોર, ભારતીનગર શેરી નં.ર, ગાંધીગ્રામ. હોકો કેસર પિસ્તા આઈસ્ક્રીમ (700ML. PKD)નો દર્શન એન્ટરપ્રાઈઝ, શેડ નં.૧, પ્લોટ નં.૯, સમ્રાટ ઇન્ડ. એરીયા મેઇન રોડ, ગોંડલ રોડ, નેચરલ કેસર પિસ્તા આઈસ્કીમ (1.5KG PKD)નો ક્રીમ ઝોન, નેચરલ્સ, GF 03, સ્પેસ ઓડીસી, કે.કે.વી. હોલ પાસે. નેચરલ સ્પાઈસ ગ્વાવા આઈસ્ક્રીમ (1.5KG PKD)નો કીમ ઝોન, નેચરલ્સ, GI-03, સ્પેસ ઓડીસી, કે.કે.વી. હોલ પાસેથી લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk