વિસંગતતા દૂર કરવા કોંગ્રેસના પ્રવકતા ડો.બારોટ દ્વારા મુખ્યમંત્રીને લખાયો પત્ર
દેશમાં માત્ર ગુજરાતમાં જ કોલેજોમાં શિક્ષણ આપતા અધ્યાપક સહાયકોને હાઈસ્કૂલના શિક્ષકો કરતા પણ ઓછો પગાર મળી રહ્યો હોય આ પગાર વિસંગતતા દૂર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવકતા ડો.નિદત બારોટએ આ અંગે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે. આ અંગે ડો.નિદત બારોટે જણાવેલ છે કે ગુજરાતમાં અનુદાનિત કોલેજોમાં યુ.જી.સી.ના નિયમથી વિપરીત ગુજરાત સરકારે અધ્યાપક સહાયકની જગ્યા પૂર્ણ પગારના અધ્યાપકોની જગ્યાએ ભરવાનું નકકી કર્યા બાદ રૂ.7500ના ફીકસ પગારથી પાંચ વર્ષ લટકતી તલવારે અધ્યાપક સહાયક કાર્ય કરે તેવી શરૂઆત થઈ હતી આજે અધ્યાપક સહાયકોને રૂ.40156નો ફિકસ પગાર મળી રહ્યો છે જે માધ્યમિક શિક્ષકોના પગાર કરતા પણ ઓછો છે. ગુજરાતમાં ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોનો પગાર 49600 તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકોનો પગાર રૂ.40800 છે. એમ.એમ.કોમ. પી.એચ.ડી.તેમજ નેટ-સ્લેટ જેવી પરીક્ષા પાસ કરનાર અધ્યાપક સહાયકોને માત્ર રૂ 40156 પગાર આમ સરકાર અધ્યાપક સહાયકોનું શોષણ કરી રહ્યો અધ્યાપક સહાયકો માટે પગારની વિસંગતતા દુર કરવા તેઓએ માગણી ઉઠાવી છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk