G7 સમિટ 2024: અમેરિકાના રાષ્ટ્રપતિને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડેનને મળીને હંમેશા ખુશી થાય છે. વિશ્વની ભલાઈ માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે. ઇટાલીના અપુલિયામાં ત્રણ દિવસીય જી-7 સમિટ દરમિયાન પીએમ મોદીએ બ્રિટન, ફ્રાંસ, કેનેડા, યુક્રેન, જાપાન સહિત અનેક વિશ્વ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના અપુલિયામાં જી-7 સમિટ દરમિયાન અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિત અનેક દેશોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. વિશ્વની ભલાઈ માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે.
પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડોમીર ઝેલેન્સ્કી, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે મુલાકાત કરી હતી. તેમની સુખાકારી વિશે પૂછવામાં આવ્યું. પોપે પીએમ મોદીને ગળે લગાવ્યા . પોપ ફ્રાંસિસ સાત (જી7)ના ગ્રુપને સંબોધિત કરનાર પ્રથમ પોપ બન્યા હતા. પોપે એઆઈની સંભાવનાઓ અને જોખમો પર પ્રકાશ પાડ્યો.
@G7 સમિટ દરમિયાન પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. હું લોકોની સેવા કરવા અને આપણા ગ્રહને વધુ સારો બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. તેમજ તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. @Pontifex pic.twitter.com/BeIPkdRpUD
— Narendra Modi (@narendramodi) June 14, 2024
મોદી અને મેક્રોન વચ્ચે શું થયું?
જી-7 સમિટ દરમિયાન પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરી અને રક્ષા, પરમાણુ, અંતરિક્ષ શિક્ષા, જળવાયુ, સાર્વજનિક માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. મોદી અને મેક્રોને ‘હોરાઇઝન 2047’ રોડમેપ અને ઇન્ડો-પેસિફિક રોડમેપ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.
ભારત-ફ્રાંસ આ મુદ્દાઓ પર સહમત
ભારત અને ફ્રાંસ વચ્ચેની વિશ્વસનીય ભાગીદારીને વધુ ઊંચાઈએ લઈ જવા સંયુક્તપણે કામ કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી. આ સિવાય 2025માં ફ્રાન્સમાં યોજાનાર એઆઈ કોન્ફરન્સ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન પર પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં બંને દેશો ‘મેક ઇન ઇન્ડિયા’ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વ્યૂહાત્મક ક્ષેત્રમાં સંરક્ષણ સહકાર વધારવા સંમત થયા હતા. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોનને આગામી પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ માટે શુભેચ્છા પાઠવી હતી.
ઋષિ સુનક સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરી
પીએમ મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચેની બેઠકમાં મુક્ત વ્યાપાર, રક્ષા અને સુરક્ષા પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બંને નેતાઓ વચ્ચે થયેલી આ બેઠક ઘણી જ ફળદાયક રહી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને આર્થિક સહકાર, ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રો અને લોકો વચ્ચે સંપર્કના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. સુનક અને મોદીની છેલ્લી મુલાકાત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં જી -૨૦ સમિટમાં થઈ હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતીની વાતચીતને ઝડપી બનાવવા પર સહમતિ સધાઈ હતી.
પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી
ભારત યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા આતુર છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ જી-7 સમિટ દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે પણ મુલાકાત કરી હતી. ભારતે ટ્રુડોના આક્ષેપોને “વાહિયાત” અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી.
બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે એન્ટોનિયો ગુટેરેસને મળીને આનંદ થયો. તેની સાથે ફળદાયી મુલાકાત થઈ. મોદીએ તુર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન અને જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજા સાથે પણ મુલાકાત કરી હતી.