ભરૂચ,
ભરૂચ જિલ્લામાં આ વર્ષે શિક્ષણ વિભાગે પ્રવેશોત્સવ દરમિયાન નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓની શિષ્યવૃત્તિ તેમની માતાના બેંક ખાતામાં જમા થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેની કામગીરી માટે નવ તાલુકામાં એક-એક વર્ગ-2 ના કર્મચારીઓની નોડલ તરીકે નિમણૂંક કરી કામગીરી જલ્દીથી પૂર્ણ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે શાળાના આચાર્યોને તાલીમ પણ આપવામાં આવી છે, અને વિદ્યાર્થિનીની માતાના બેંક ખાતા તાત્કાલિક ખોલવા માટે ડીઇઓએ જિલ્લાની બેન્કોને લેખિતમાં રજૂઆત કરી હતી. નમો લક્ષ્મી શિષ્યવૃતિ માટે રજીસ્ટ્રેશન અંગે શિક્ષકોને તમામ માહિતી આપવામાં આવી છે. તેમ છતાં કેટલીક શાળાઓ આ કામગીરી કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે, જેઓ ઓનલાઈન વિદ્યાર્થિનીનું રજીસ્ટ્રેશનની કામગીરીમાં નિરસતા દાખવી રહ્યા છે. તેવી 11 શાળાને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જેથી શાળાના દરેક આચાર્યએ લેખિતમાં ખુલાસો લઈને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ હાજર રહેવા કડક સૂચના આપી છે.
*રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ*