ભરૂચના દેવી ભરૂચી માતાના મંદિરના દસમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, નવચંડી યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય
ભરૂચ,
ભરૂચના હાથીખાના બજાર બહાદુર બુરજ સ્થિત આવેલ ભરૂચના દેવી ભરૂચી માતાના મંદિરના દસમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મુંબઈના મુંબા દેવી છે,તેમ ભરૂચના પણ દેવી ભરૂચી માતા છે, ભરૂચના હાથીખાના બજાર બહાદુર બુરજ સ્થિત આવેલ ભરૂચના દેવી ભરૂચી માતાના મંદિરના દસમા પાટોત્સવની ભરૂચી માતા યુવક મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,જે નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવાકે ભજન, મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં માઇ ભકતોએ હાજર રહીને માતાજીના પૂજન, અર્ચન, દર્શન, આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ
Post Views: 85