September 20, 2024 9:04 am

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા FIRE NOC કારણે મરાયેલ સીલ ખોલી આપવા રજૂઆત

૨૦૦૦ થી વધુ વેપાર ઉદ્યોગકારો શાળા સંચાલકો બેન્કો હોસ્પિટલો હોટલો કલાસીસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં 

ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ વહિવટીતંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્યાએ અગ્નિશામક યંત્રો અને એનઓસી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કાયદાકીય કાર્યવાહીમાં તંત્રેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સંપુર્ણ સહયોગ આપે છે. પરંતુ વહિવટીતંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્યાએ ફાયર NOC તથા BU Permission કારણે સીલ મારી દેવામાં આવી રહયા છે અને વેપાર ઉદ્યોગકારોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જેના અનુસંધાને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ વિવિધ એસોસીએશનો, વેપાર-ઉદ્યોગકારો-શાળા સંચાલકો-બેન્કો-હોસ્પિટલો-હોટલો-કલાસીસના પ્રતિનિધિશ્રીઓ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને આજરોજ રૂબરૂ મળી જે જે સ્થળે સીલ મા૨વામાં આવ્યા છે તે તાત્કાલીક ખોલી આપવા તેમજ ફાયર સેફટી ઈન્સ્ટોલેશન અંગે તથા નિયમોમાં ઘણી વિસંગતતાઓ રહેલ છે તેના માટે પુરતો સમય આપી પ્રક્રિયાને વધુ સ૨ળ ક૨વા ભારપૂર્વક ૨જૂઆત ક૨વામાં આવેલ. જેમા આશરે ૨૦૦૦ થી વધુ લોકો જોડાયેલ હતા. રાજકોટ ચેમ્બ૨ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા, માનદ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયા, ટ્રેઝર૨શ્રી વિનોદભાઈ કાછડીયા તેમજ અલગ અલગ સંસ્થાઓના આગેવાનો જેવા કે શ્રી ડો. પ૨સોતમભાઈ પીપળીયા, શ્રી ડી.વી. મહેતા, શ્રી ડો. લાલચંદા વગે૨ે મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને વિવિધ પ્રશ્નોની ભારપૂર્વક રજુઆત કરતા મ્યુનિસિપલ કમિરશ્રીએ જણાવેલ કે રાજય સરકાર તમામ મહાનગ૨પાલિકાઓ સાથે ચર્ચા-વિમર્સ કરીને બૈં દિવસમાં એ.સો.પી. જાહેર થઈ જશે. તેમજ શાળા સંચાલકોને ગુરૂવાર સુધીમાં શાળા ખોલવા ખાત્રી આપેલ છે.

આ રજુઆતમાં ચેકિંગ દરમ્યાન કનડગત બાબતે ભારપૂર્વક રજુઆત કરતા કમિશ્નરશ્રી દ્વારા ખાત્રી આપવામાં આવેલ છે કે કોઈપણ જાતનું ગેરવર્તન કરવામાં નહી આવે તે બાબત ખાસ ધ્યાન રાખવામાં આવશે. સાથોસાથ તમામ વેપાર-ઉદ્યોગકારોએ ફાયર NOC તેમજ તેને સંલગ્ન તમામ નિયમોનું પાલન કરવાની ખાત્રી આપેલ છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની આ રજુઆત માત્ર પ્રક્રિયા સરળીકરણ માટેની છે નહી કે કોઈ નિયમોમાં બાંધછોડ કરવા. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE