September 20, 2024 8:05 pm

IND vs PAK T20 world cup: ભારતની ભાવિ જીતનો જયઘોષ પાકિસ્તાન ને સદમો

IND vs PAK T20 world cup: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં અર્શદીપ સિંહે છેલ્લી ઓવર નાંખી હતી. મેચની આખરી ઓવર સાથે અર્શદીપ સિંઘ આવ્યો ત્યારે પાકિસ્તાનને જીતવા માટે 18 રનની જરુર હતી. ઇમાદ વસીમ અને શાહીન આફ્રિદી ક્રિઝ પર હતા.

ટી-20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામેની તેની પ્રથમ મેચ જીતી લીધી છે, જોકે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ 119 રનમાં સમેટાઈ ગઈ હતી, ત્યારે કોઈને આશા નહોતી કે તેઓ પાકિસ્તાન સામેની મેચ જીતી શકશે. જોકે ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનના બેટ્સમેનો 20 ઓવરમાં માત્ર 113 રન જ બનાવી શક્યા હતા. બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ભારત મેચ જીતવામાં સફળ રહ્યું હતું. અતુલ્ય જીત બાદ સ્ટેડિયમમાં બોલીવૂડનું આ જાણીતું ગીત વાગવા લાગ્યું હતું, જેણે સૌને રોમાંચિત કરી દીધા હતા.

ભારતીય ક્રિકેટ ટીમની જીત બાદ આમીર ખાનની ફિલ્મ ‘રંગ દે બસંતી’નું ટાઇટલ ટ્રેક સ્ટેડિયમમાં રમાયું, ત્યારબાદ ત્યાં હાજર તમામ ભારતીયો ડાન્સ કરવા લાગ્યા. દેશભક્તિનું ગીત સાંભળીને ભારતીયો રોમાંચિત થઈ ગયા હતા. આ ગીતને દલેર મહેંદી અને કે.એસ. ચિત્રાએ ગાયું છે અને એ.આર. રહેમાને કમ્પોઝ કર્યું છે. આ ગીતો પ્રસૂન જોશીએ લખ્યા છે.

પાકિસ્તાનની ઈનિંગની 20મી ઓવર (બોલરઃ અર્શદીપ સિંહ)
પહેલો બોલઃ ઈમાદ વસીમે શોટ મારવા માટે જગ્યા બનાવી, ત્યારબાદ અર્શદીપ સિંહે બોલને લેગ સ્ટમ્પની બહાર ફેંકી દીધો. બોલ બેટની અંદરની ધાર લઈ ગયો હતો અને રિષભ પંતે ડાઈવ લગાવીને સુંદર કેચ પકડ્યો હતો. (પાકિસ્તાન: 102/7)

બીજો બોલઃ નસીમ શાહે લોન્ગ-ઓફ પર રમીને એક રન લીધો હતો. (પાકિસ્તાન: 103/7)

ત્રીજો બોલ: શાહીન આફ્રિદી યોર્કર બોલ પર ખરાબ રીતે ફસડાઈ પડ્યો હતો. લેગ બાય તરીકે રન લીધો. (પાકિસ્તાન: 104/7)

ચોથો બોલઃ નસીમ શાહે યોર્કર લેન્થ બોલ સ્કૂપ શોટ રમ્યો. બોલ બાઉન્ડ્રી પાર વિકેટકીપરની ઉપરથી ગયો. (પાકિસ્તાન: 108/7)

પાંચમો બોલ : નસીમ શાહે ઓફ સાઇડમાં કટિંગ કર્યું, બોલ ડીપ બેકવર્ડ પોઇન્ટ બાઉન્ડ્રી તરફ ગયો. (પાકિસ્તાન: 112/7)

છઠ્ઠો બોલઃ નસીમ શાહે લો ફુલ ટોસ બોલને મુશ્કેલીથી રમ્યો હતો. બોલ બોલરની બાજુમાંથી લોંગઓફ તરફ ગયો. એક રન. (પાકિસ્તાન: 113/7)

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE