September 20, 2024 7:53 pm

ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ થતા જ વિજતંત્રમાં ‘શોર્ટ સર્કીટ’

ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ થતા જ વિજતંત્રમાં ‘શોર્ટ સર્કીટ

PGVCL માં સાગમટે બદલી પાછળ કારણ શું? યુનિયન મેદાને જીબીયા મેનેજમેન્ટને રજુઆત કરીને કારણ માંગશે અન્યથા આકરા પગલા વિચારશે

એસટીની ફાઈલો કલીયર ન થવા પાછળ પાંચ-પાંચ અધિકારી દોષિત હોય? ‘ઉપર’થી આદેશ કોનો? આંતરિક રાજકારણની શંકા સાથે અનેકવિધ ચર્ચા

પશ્ચિમ ગુજરાત વિજ કંપની (પીજીવીસીએલ)માં ટેક. વિભાગના પાંચ અધિકારીઓને એક સાથે સાગમટે બદલી કરાતા વિજતંત્રમાં ખળભળાટ સર્જાયો છે. આ કદમ સામે જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન (જીબીયા) મેદાને પડયુ છે. સોમવારે મેનેજમેન્ટ લેવલે રજુઆત કરાશે અને પછી મામલો સરકારમાં લઈ જવાનો નિર્ણય લેવાયો હતો.વિજતંત્રમાં એક જ વિભાગના અધિકારીઓની સાગમટે બદલી પાછળ કોઈ ચોકકસ કારણ છે કે આંતરિક રાજકારણ? તે મુદો પણ ચર્ચાસ્પદ બન્યો છે. લોકસભાની ચૂંટણી આચાર સંહિતા ખત્મ થવાની સાથે જ પીજીવીસીએલ બદલીના નિર્ણયથી વિવાદમાં આવ્યુ છે. ટેક વિભાગના ચીફ ઈજનેરથી માંડીને ડેપ્યુટી ઈજનેર સુધીના પાંચ અધિકારીની સામુહિક બદલીથી અનેકવિધ ચર્ચા છે.સરકારમાંથી સુચનાને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે એવી ચર્ચા છે કે એસટી કનેકશનની ફાઈલો દબાવી રખાતા આ પગલુ લેવાયુ છે. જો કે, એક વર્ગે એવી શંકા દર્શાવી છે કે અધિકારી કક્ષાના આંતરિક રાજકારણનો ભાગ હોઈ શકે છે.એક જ વિભાગના એક સાથે પાંચ અધિકારીઓની બદલી પાછળના કારણ વિશે સતાવાર રીતે કોઈ કાંઈ બોલવા તૈયાર નથી પરંતુ ચર્ચા એવી છે કે એસટી કનેકશનની સેંકડો અરજીઓનો લાંબા વખતથી કોઈ નિકાલ ન થતા આ આકરૂ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

જીબીયાના એક આગેવાને નામ નહીં દેવાની શરતે એમ કહ્યું કે વાસ્તવિક કારણ જુદુ હોઈ શકે છે. કારણ કે અરજીઓ મંજુર ન થવા બદલ એક સાથે પાંચ અધિકારીઓ દોષિત ન કરી શકે. આંતરિક રાજકારણમાં ‘ઉપર’થી આદેશ આપ્યો હોવાની શંકા નકારાતી નથી.પાંચ અધિકારીઓની બદલીથી જીબીયામાં પણ સોપો પડી ગયો હતો. જીઈબી એન્જીનીયર્સ એસોસીએશને તાબડતોડ બેઠક યોજી હતી. વીડીયો કોન્ફરન્સથી યોજાયેલી મીટીંગમાં સમગ્ર મામલે સોમવારે પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટરને રજુઆત કરવાનુ નકકી કરાયુ હતું. બદલી પાછળનુ કારણ પુછાશે અને તે રોકવા માંગ કરાશે. મેનેજમેન્ટ યોગ્ય નિર્ણય ન લ્યે તો મામલો સહકારમાં લઈ જઈને અન્ય પગલા વિચારાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, વિજતંત્ર દ્વારા ગઈકાલે પાંચ અધિકારીઓની કોર્પોરેટ ઓફિસમાંથી જીલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. તમામ અધિકારી ટેક વિભાગના છે તેમાં ચીફ ઈજનેર લખાણીને ભાવનગર મુકાયા છે. એડીશ્નલ ચીફ ઈજનેર પી.કે.મહેતાની જામનગર, સુપ્રિ. એન્જીનીયર કિરણબેન પટેલની પોરબંદર, એકઝીકયુટીવ એન્જીનીયર વાઘમશીની જામનગર તથા ડેપ્યુટી ઈજનેર ધરતીબેન અંતાણીની જામકલ્યાણપુર બદલી કરવામાં આવી છે.

સરકારે નિયમો હળવા કરી નાખ્યા છે! -તો અગ્નિકાંડમાં વિજતંત્રનાં ‘તપેલા’ પણ ચડી જા

એચટી કનેકશનની રજીઓ ક્લીયર ન થવાના કથિત કારણથી એક સાથે પાંચ અધિકારીઓની બદલીથી પીજીવીસીએલમાં સોંપો પડી જ ગયો છે ત્યારે યુનિયનના હોદેદારે નામ નહીં દેવાની શરતે એમ કહ્યું કે ઉદ્યોગકારો પાસે સારા થવા સરકાર વિજ જોડાણના નિયમો હળવા કર્યા જાય છે. અત્યારની સ્થિતિએ ઇઝ ઓફ ડુંઇગના ભાગરૂપે સરકારે માત્ર મિલ્કત દસ્તાવેજ તથા આધારકાર્ડ પર જ વિજ જોડાણ આપવા નિયમ કર્યો છે.ઇલેક્ટ્રીસીટ એક્ટના નિયમો આકરા છે. તંત્ર દ્વારા હળવા નિયમો જ અપનાવ્યા હોત તો રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં વિજતંત્રના અધિકારીઓના તપેલા પણ ચડી ગયા હોત. ગેમઝોનમાં વિજજોડાણ આપવામાં તમામ નિયમોનું પાલન કરાવાયું હતું અને એટલે જ વિજ અધિકારીઓ બચી ગયા હતા.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE