નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7.15 કલાકે યોજાશે. શપથ લેતા પહેલા મોદી આજે સવારે રાજઘાટ-સદૈવ અટલ પહોંચ્યા, જ્યાં તેમણે ગાંધી અને અટલને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેઓ વોર મેમોરિયલ પહોંચ્યા અને શહીદોને સલામી આપી. મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે.
PM મોદીએ શપથ પહેલા નવા મંત્રીઓને ચા માટે કર્યા આમંત્રિત કર્યા
શપથ ગ્રહણ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ 11.30 કલાકે નવા મંત્રીઓને ચા માટે આમંત્રિત કર્યા છે.
મંત્રી બનનારા સાંસદોને ફોન આવવાના થયા શરૂ
નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત વડાપ્રધાનપદના તરીકે શપથ લેશે. મોદીની સાથે જે સાંસદો આજે મંત્રી તરીકે શપથ લેવાના છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી HAMના જીતનરામ માંઝી, RLDના જયંત ચૌધરી, JDUના રામનાથ ઠાકુરને કોલ કરવામાં આવ્યા છે.
TDPના બે સાંસદો મંત્રીપદના લેશે શપથ
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના નેતા જય કલાએ કહ્યું છે કે આજે ટીડીપીમાંથી બે સાંસદો મંત્રી તરીકે શપથ લેશે. રામ મોહન નાયડુ કેબિનેટ મંત્રી બનશે જ્યારે ચંદ્રશેખર પેમ્માસાની રાજ્ય મંત્રી બનશે. લોકસભા ચૂંટણીમાં TDPને 16 બેઠકો મળી છે.