ચીનને હંમેશા કપટનો દેશ કહેવામાં આવે છે, ત્યાંની દરેક વસ્તુ માત્ર લોકોની આંખોને છેતરવા માટે બનાવવામાં આવે છે. ચીનના સૌથી મોટા વોટર ફોલને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં આ ધોધમાં કોઇ કુદરતી ન હોવાનું સામે આવ્યું છે.
ધોધમાં પાઇપમાંથી પાણી આવે છે
આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક વ્યક્તિ ઘણી મહેનત બાદ વોટરફોલ પર પહોંચ્યો અને ત્યાં એક વીડિયો બનાવ્યો. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, વોટરફોલમાં કુદરતી રીતે પાણી આવતું નથી, પરંતુ પાઇપની મદદથી પાણી આવે છે. આ ધોધ 1,024 ફૂટની ઊંચાઈએથી પડે છે અને તે ઘણો જૂનો હોવાનું કહેવાય છે. ચીનની આ સત્યતા સામે લાવનારો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયો 14 મિલિયન વખત જોવામાં આવ્યો
અત્યાર સુધી આ વીડિયોને લગભગ 14 મિલિયન વાર જોવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો પર સ્પષ્ટતા કરતા અધિકારીઓએ કહ્યું છે કે ઓછા વરસાદને કારણે આમ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ કામ કરવાનો તેમનો મુખ્ય હેતુ એ છે કે આ ધોધ જોવા આવતા લોકોને નિરાશાનો સામનો ન કરવો પડે અને ધોધની સુંદરતા ઓછી ન થાય. ચીનના આ પાર્કને AAAAA રેટિંગ આપવામાં આવ્યું છે, જે દેશના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય દ્વારા પ્રવાસીઓના આકર્ષણને આપવામાં આવેલું સૌથી ઊંચું રેટિંગ છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk