Narendra Modi PM 03 Oath Ceremony : દેશમાં ત્રીજીવાર નરેન્દ્ર મોદીના વડપણમાં NDA સરકાર બનાવવાના પ્રયાસો વચ્ચે ભાજપે એક મોટી બેઠક બોલાવી છે. આ બેઠક જેપી નડ્ડાના ઘરે થઈ હતી, જેમાં અમિત શાહથી લઈને રાજનાથ સિંહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. દરમિયાન એનડીએના સહયોગીઓ સાથે વાત કરવાની જવાબદારી અમિત શાહ અને રાજનાથ સિંહને સોંપવામાં આવી છે.
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આ મહેમાનો આમંત્રિત
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરતા મજૂરો, વંદે ભારત અને મેટ્રોમાં કામ કરતા રેલ્વે કર્મચારીઓ, ટ્રાન્સજેન્ડર, સ્વચ્છતા કામદારો, કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ અને વિકસિત ભારતના રાજદૂતોને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવશે.
આજે NDA સંસદીય દળની બેઠક
આજે NDA સંસદીય દળની બેઠક મળશે. સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠક મળી શકે છે. NDAના તમામ સાંસદો બેઠકમાં હાજર રહેશે. NDA સંસદીય દળના નેતા તરીકે PM મોદીની પસંદગી થશે. NDA સંસદીય દળની બેઠકને PM મોદી સંબોધશે. સાંજે 5 વાગ્યે NDA સાંસદો સાથે રાષ્ટ્રપતિને PM મોદી મળશે.