ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની રાજકીય સામાજિક કારકિર્દીનો સૂર્યાસ્ત તરફ !! ?
ગણેશકાંડમાં જેલહવાલે થયેલા આઠ આરોપીની વિરુદ્ધમાં પ્રતિષ્ઠિત વકીલ સંજય પંડિત,ગોંડલના દિનેશ પાતડ લડશ
અગાઉ ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સતામાં મંદ જયરાજસિંહ સામે સમાજના આગેવાનો બુલંદ અવાજ ઉઠયા બાદ હવે જૂનાગઢથી દલિત સમાજનું રણશિંગુ ફુંકયું
જુનાગઢ જીલ્લાના દલિત સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરા સંજયનું અપહરણ અને હત્યાની કોશીષના ગુન્હામાં ઝડપાયેલા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ઉર્ફ જ્યોતિદયરાય જાડેજા સહિત આઠ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. પરતુ સાત દિવસના રિમાન્ડ ન મળતા આઠેય આરોપીને જેલહવાલે કરી દેવામાં આવ્યા હતા. હવે સતાના નશામાં અંધ થઈને ખુલ્લેઆમાં યુવકનું અપહરણ કરી દબંગાઈ કરનાર ગણેશ સહિત આઠેય આરોપીની રાજકીય અને સામાજિક કારકિર્દી ખતમ કરી નાખવા માટે ફરિયાદી રાજૂ સોલંકી તરફે આ કેસ નામાંકિત વકીલ સંજય પંડિત અને ગોંડલના દિનેશ પાતડ લડશે. રાજકીય વગ ધરાવતા આરોપી ગણેશ સહિત આઠને કોઈપણ પ્રકારની જુનાગઢ જેલમાં અલાયદી સુવિધા ન મળે તથા કોઈ પણ પ્રકારની છૂટછાંટ ન મળે તે રીતે બન્ને વકીલો ધારદાર દલીલો પણ કરશે. અપહરણ – હત્યાના પ્રયાસના કેસમાં ફરિયાદી રાજૂ સોલંકી વતી કોર્ટની તમામ તારીખોમાં આ બે વકીલો હાજર રહી લાકડા જેવો મજબૂત કેસ કરી ન્યાય અપાવશે.
ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય અસ્મિતા આંદોલન સમયથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે ખુદ ક્ષત્રિય સમાજમાં નારજગી પ્રવર્તી રહેલી છે. આ આંદોલન સમયે પણ જયરાજસિંહ દબંગાઈ સામે ખુદ સમાજના આગેવાનોએ અવાજ ઉઠાવ્યો હતો. હવે જુનાગઢની અપહરણ હત્યાની ઘટનામાં દલિત સમાજે વાંધો ઉઠાવી આગામી 12 તારીખે જુનાગઢથી ગોંડલ સુધી રેલી યોજી શક્તિ પ્રદર્શન યોજશે. રાજકીય વગથી સતાના નશામાં રહેલા જયરાજસિંહને બેફામ ગાળો ભાંડતી રાજૂ સોલંકીની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી.