લોકસભાની ચૂંટણીની મતગણતરી આજે 4 જૂનના રોજ સવારના આઠ વાગ્યાથી હાથ ધરાઈ રહી છે. ગુજરાતમાં 26માંથી સુરતની એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આથી ગુજરાતના 25 સ્થળોએ 25 બેઠક માટેની મતગણતરી હાથ ધરાઈ છે. જ્યારે દેશમાં 542 બેઠકો માટેની મતગણતરી હાથ ધરાઈ છે.
Lok Sabha Election Result : પીએમ મોદી સરકારની રચના માટે સમર્થન પત્ર રાષ્ટ્રપતિને સોંપશે
આજે એનડીએની બેઠક બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની રચના માટે સમર્થનનો પત્ર રાષ્ટ્રપતિને સુપરત કરી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે.
Lok Sabha Election Result : કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ભાગ લેવા માટે તમામ નેતાઓ પહોંચી રહ્યા છે. એનડીએની બેઠક પણ આજે જ યોજાવા જઈ રહી છે, જેમાં તેના તમામ સહયોગી દળોના નેતાઓ ભાગ લેશે.
Lok Sabha Election Result : કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ભાગ લેવા માટે તમામ નેતાઓ પહોંચી રહ્યા છે. એનડીએની બેઠક પણ આજે જ યોજાવા જઈ રહી છે, જેમાં તેના તમામ સહયોગી દળોના નેતાઓ ભાગ લેશે.
Lok Sabha Election Result : આજે સાંજે INDIA ગઠબંધનની બેઠક યોજાશે- ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પુષ્ટિ કરી છે કે આજે સાંજે 6 વાગ્યે ઈન્ડિયા એલાયન્સની બેઠક યોજાવા જઈ રહી છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે, ઈન્ડિયા એલાયન્સના નેતાઓ આજે સાંજે 6 વાગ્યે મળવા જઈ રહ્યા છે. જેમાં ચૂંટણીના પરિણામો અને રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
Lok Sabha Election Result : હું એનડીએમાં છું – ચંદ્રબાબુ નાયડુ
TDP ચીફ ચંદ્રાબાબુ નાયડુએ પણ NDA છોડવા અંગે ઉઠી રહેલા પ્રશ્નોના ઈશારા સાથે જવાબ આપ્યો હતો. તેમણે મીડિયાકર્મીઓને કહ્યું, “તમે લોકોને હંમેશા સમાચાર જોઈએ છે. હું ઘણો અનુભવી છું અને મેં આ દેશમાં ઘણા રાજકીય પરિવર્તનો થતા જોયા છે. અમે NDA છીએ અને હું NDAની બેઠકમાં જઈ રહ્યો છું.”
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA