આ વખતે ટી-20 વર્લ્ડ કપનું ફોર્મેટ થોડું અલગ છે અને 20 ટીમોને 5-5ના ચાર ગૂ્રપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ગુ્રપ-એમાં છે, જ્યાં તેની સાથે પાકિસ્તાન, કેનેડા, આયર્લેન્ડ અને કો-મેજબાન અમેરિકા પણ છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ટીમ ઈન્ડિયા સુપર-8માં કયા ગૂ્રપમાં હશે, તે તો પહેલાથી જ નક્કી છે. જો ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચશે તો ક્યાં રમશે તે પણ પહેલાથી જ નક્કી છે.
જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિને ક્રિકેટ ચાહકોની જીભ પર એક જ નામ હશે – ટી-20 વર્લ્ડ કપ. આ ટુર્નામેન્ટ તારીખ 2 જુનને રવિવારથી શરુ થવા જઈ રહી છે અને પહેલી વખત અમેરિકાની ભૂમિ પર વર્લ્ડ કપ રમાશે. દરેક વર્લ્ડ કપની જેમ આ વખતે પણ ટીમ ઇન્ડિયા તેમાં મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. વળી, ભારત-પાકિસ્તાનની ટક્કરની રાહ જોઈ રહ્યા છે, જે ન્યૂયોર્કમાં થવા જઈ રહી છે, જ્યાં ભારતીય અને પાકિસ્તાની મૂળના ઘણા લોકો પહેલાથી જ રહે છે. હવે આ ટુર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં છે એટલે સમયનો ફરક તો આવવાનો જ છે એટલે ભારતીય ટીમ કયા દિવસે, કયા સમયે, કઈ ટીમનો સામનો અહીં કરશે તેની સંપૂર્ણ માહિતી તમને મળી જશે.
સૌથી પહેલા તો આ વાત સમજી લો
ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ જાણતા પહેલા કેટલીક મહત્વની વાતો સમજવી જરૂરી છે. આ વખતે તેની શરૂઆત ગ્રુપ સ્ટેજથી થશે જેમાં ટીમ ઈન્ડિયા ગ્રુપ-એમાં છે. આ પછી તમામ 4 ગૂ્રપની 2-2 ટીમો સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ મેળવશે. ત્યાર બાદ અહીથી વધુ સેમિ ફાઈનલ અને ત્યાર બાદ ફાઈનલ રમાશે. સૌથી મહત્વની બાબત એ છે કે આ વખતે વર્લ્ડ કપ માટે આઈસીસી દ્વારા ‘સીડિંગ’ કરવામાં આવી ચૂક્યું છે. એટલે કે ગ્રુપમાં પ્રથમ ટીમ કોને ગણવામાં આવશે અને કોણ બીજી ટીમ હશે તે નક્કી થઈ ચૂક્યું છે, પછી ભલેને ગ્રુપ સ્ટેજમાં નંબર વન અને બીજા નંબરે કોણ હોય. આ આધાર પર સુપર-8ના ગ્રુપ નક્કી કરવામાં આવશે.
તેનો વિચાર આ રીતે કરો. ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન ગ્રુપ-એમાં છે. ટીમ ઈન્ડિયાને આઈસીસી તરફથી એ-1 અને પાકિસ્તાનને એ-2નો સીડ મળ્યો છે. હવે જો પાકિસ્તાન ગુ્રપ રાઉન્ડમાં સૌથી વધુ પોઈન્ટ સાથે પ્રથમ અને ટીમ ઈન્ડિયા બીજા ક્રમે આવે તો હજુ સુપર-8 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાને એ-1 અને પાકિસ્તાન એ-2 થઈ જશે. આ આધાર પર ભારત સુપર-8ના ગ્રુપ-1માં અને પાકિસ્તાન ગ્રુપ-2માં રહેશે. તેવી જ રીતે ગૂ્રપ-બી, સી અને ડીમાં ટીમોનું સીડિંગ પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું છે અને તેના આધારે તેઓ ગૂ્રપ ઓફ સુપર-8માં સ્થાન મેળવશે.
સેમિ-ફાઇનલ પહેલેથી જ નક્કી થઈ ગઈ છે
ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલ રમશે કે નહિ તેનો મદાર ટુર્નામેન્ટમાં તેના પર્ફોમન્સ પર રહેશે. જો ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય થશે તો તે પહેલા જ નક્કી થઈ ચૂક્યું છે કે, તે પ્રથમ સેમિ ફાઈનલ રમશે કે બીજી. જી હાં, જો ટીમ ઇન્ડિયા સેમીફાઇનલમાં પહોંચશે તો બીજી સેમીફાઇનલ રમશે, પછી ભલે તે પોતાના સુપર-8ના ગ્રુપમાં પ્રથમ સ્થાને હોય કે પછી બીજા સ્થાને. આ મેચ 27 જૂને ગુયાનામાં રમાશે.
ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ (તમામ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે)
1 જૂન – ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, નાસો કાઉન્ટી સ્ટેડિયમ, ન્યૂયોર્ક (વોર્મ-અપ મેચ)
5 જૂન – ભારત વિરુદ્ધ આયર્લેન્ડ, નાસો કાઉન્ટી સ્ટેડિયમ, ન્યુ યોર્ક
9 જૂન – ભારત વિરુદ્ધ પાકિસ્તાન, નાસો કાઉન્ટી સ્ટેડિયમ, ન્યૂયોર્ક
12 જૂન – ભારત વિરુદ્ધ યુએસએ, નાસો કાઉન્ટી સ્ટેડિયમ, ન્યુ યોર્ક
15 જૂન – ભારત વિરુદ્ધ કેનેડા, ફોર્ટ લૌડરહિલ, ફ્લોરિડા
મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને 10 વર્ષમાં આપ્યું 960% રિટર્ન, આ 20 ફંડોએ કરી કમાલ
જો ટીમ ઈન્ડિયા સુપર-8 માટે ક્વોલિફાય થઈ જાય છે, તો તેનો કાર્યક્રમ કંઈક આવો હશે-
20 જૂન – ભારત વિ સી -1, બ્રિજટાઉન, બાર્બાડોસ
22 જૂન – ભારત વિરુદ્ધ ડી -2, નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆ
24 જૂન – ભારત વિ બી -2, ગ્રોસ ઇસ્લેટ, સેન્ટ લ્યુસિયા
ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડયા (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકિપર), સંજુ સેમસન (વિકેટકિપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંઘ, મોહમ્મદ સિરાજ અને યુસ્વેન્દ્ર ચહલ.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA