ન્યૂયોર્કમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન થવા જઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં આ માટે કામચલાઉ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ડ્રોપ ઈન પીચોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ મેચ ઉપરાંત આ મેદાન પર ગ્રુપ સ્ટેજની 3 મેચ પણ રમશે. કુલ મળીને આ મેદાન પર ગ્રુપ રાઉન્ડની કુલ 8 મેચ રમાશે.
ટી-20 વર્લ્ડ કપ 2024 ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે અને તેનું સૌથી મોટું કારણ અમેરિકા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત અમેરિકામાં આઇસીસી ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, દરેક જણ તેના માટે ઉત્સાહિત અને ઉત્સુક છે. અમેરિકાના મેદાનોની પીચોને લઈને પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને ન્યૂયોર્કમાં બનેલા ટેમ્પરરી સ્ટેડિયમની પીચ પર સૌનું ધ્યાન હોય છે, કારણ કે અહીં ટીમ ઇન્ડિયા પોતાની 3 મહત્વની મેચ રમશે. ખેલાડીઓથી લઈને ફેન્સ સુધી બધાને અહીંની પીચને લઈને સવાલ છે અને હાલ તો લાગે છે કે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને તેનો જવાબ મળી ગયો છે.
અમેરિકામાં આ વર્લ્ડ કપના 3 સ્થળો છે, જેમાંથી ઘણી ટી-20 મેચ ફ્લોરિડામાં રમાઇ ચૂકી છે, જ્યારે ટેક્સાસના ડલ્લાસ સ્ટેડિયમમાં પણ મેજર લીગ ક્રિકેટ મેચ રમાઇ હતી. ન્યૂયોર્કમાં પહેલી વખત ક્રિકેટ રમાવાની છે અને આ માટે નાસો કાઉન્ટીના આઈઝનહોવર પાર્કમાં સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ માટે ‘ડ્રોપ-ઈન પીચ’ એટલે કે બહારથી લાવવામાં આવેલી પીચો ફીટ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ પીચોના વર્તન અંગે બધાને ઉત્સુકતા હોય છે.
રોહિત-દ્રવિડને પીચ કેવી લાગી?
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો આ મેદાન પર પોતાની વોર્મઅપ મેચ સિવાય તેમને ગ્રુપ સ્ટેજની 4માંથી ત્રણ મેચ રમવાની છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે આ મેદાનની પરિસ્થિતિ અને પીચનો મિજાજ જાણવો જરુરી છે. ભારતીય કોચ અને કેપ્ટન ગુરુવારે નાસો ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઇસીસી દ્વારા આયોજિત એક કાર્યક્રમ માટે પહોંચ્યા હતા. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, બંનેએ મેદાન અને પીચ પર સારી નજર નાખી અને પહેલી નજરે તેઓ સંતુષ્ટ દેખાતા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બંનેને અહીની પીચ સારી અને સામાન્ય લાગી હતી, જે બેટીંગ માટે સારી લાગી રહી છે.
Heatwave : તીવ્ર ગરમી મગજને પણ અસર કરે છે, માનસિક સ્વાસ્થ્ય બગાડે છે
આઇસીસીએ કેપ્ટન રોહિતનો એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે આ સ્ટેડિયમની સુંદરતાના ભારોભાર વખાણ કર્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે, આ વોર્મઅપ મેચ ખેલાડીઓને તેની કન્ડિશન અને પીચ અનુસાર અનુકૂળ થવામાં મદદ કરશે. ટીમ ઈન્ડિયાને પોતાની પહેલી મેચ 5 જૂને આયરલેન્ડ સામે રમવાની છે. વળી, 9 જૂનના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પણ અહીં રમાશે. આ પછી હવે પછીનો મુકાબલો 12 જૂને યજમાન અમેરિકા સામે થશે. ટીમ ઈન્ડિયા પહેલા આ મેદાન પર શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની ટક્કર થશે. નાસો કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ મળીને ગ્રુપ સ્ટેજની 8 મેચ રમાશે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk