રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં સતત બીજા દિવસે પણ મનપા એકશન મોડમાં જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કુલ 202 એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં 50 ટકાથી વધુ એકમોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યુ છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં સતત બીજા દિવસે પણ મનપા એકશન મોડમાં જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કુલ 202 એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં 50 ટકાથી વધુ એકમોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યુ છે. ગેમઝોન અગ્નિકાંડ બાદ 107 એકમોને નોટિસ ફટકારાઈ છે. NOC ન હોવાથી 43 એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની 18 ટીમ દ્વારા 18 વોર્ડમાં કામગીરી કરાઈ છે.
બીજી તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપાએ વિવિધ એકમોમાં ફાયર સેફ્ટી, NOC સહિતના મુદ્દાઓ પર તપાસની ઝૂંબેશ હાથ ધરી છે. શનિવારથી શરૂ થયેલી મનપાની કામગીરી હજુ યથાવત છે.અત્યાર સુધીમાં મનપાએ કુલ 476 એકમોમાં તપાસ કરી છે. જેમાંથી 78 એકમ સીલ કર્યા છે.