જે લોકો શેર બજાર સાથે જોડાયેલ રોજિંદુ જોખમ લેવા નથી માંગતા, પરંતુ તેમાં રોકાણ કરીને સારુ વળતર મેળવવા માંગે છે. તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ ઓછું જોખમ ધરાવતો વિકલ્પ છે. છેલ્લા 10 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને 960 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. વાંચો આ અહેવાલ…
શેરબજારમાં રોકાણ કરીને દરેકને સારું વળતર મેળવવું હોય છે, પરંતુ સમસ્યા એ છે કે શેરબજારમાં રોકાણ કરવું એ ખૂબ જોખમી કામ છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો શેરબજારમાં સરળતાથી રોકાણ કરી શકે છે, તેમને આ તક મ્યુચ્યુઅલ ફંડમાંથી મળે છે, જે શેરબજારમાં સીધા રોકાણ કરતાં ઓછું જોખમકારક છે. શું તમે જાણો છો કે મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા 10 વર્ષમાં લોકોને 960 ટકા વળતર આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન શેરબજારમાં 3 ગણો વધારો જોવા મળ્યો હતો. તેનાથી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના રિટર્નને પણ ફાયદો થયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ તમામ 34 કેસમાં દોષિત જાહેર, ચાર વર્ષ સુધીની જેલ થઈ શકે
10 વર્ષનો હિસાબ
મોદી સરકારનો પ્રથમ કાર્યકાળ 16 મે, 2014ના રોજ શરૂ થયો હતો. જો તમે ત્યારથી લઈને 27 મે 2024 સુધીના ડેટા પર નજર નાખો તો આ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. એસીઈ એમએફના ડેટા મુજબ મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઝડપી ગ્રોથ નોંધાયો છે. છેલ્લા 10 વર્ષમાં જ્યાં દેશમાં 195 ઇક્વિટી સ્કીમના ફંડ બેઝમાં વધારો થયો છે, ત્યાં જ તેણે જબરદસ્ત રિટર્ન પણ આપ્યું છે. આવા ૨૦ જેટલા ફંડ છે જેમાં રોકાણકારોને ૯૬૦ ટકા સુધીનું રિટર્ન મળ્યું છે.
સૌથી વધુ વળતર આપતા ફંડ
સ્મોલ કેપ ફંડ કંપનીઓમાં રોકાણ કરતા બે મ્યુચ્યુઅલ ફંડે બજારમાં લોકોને સૌથી વધુ વળતર આપ્યું છે. ઇટીના સમાચાર અનુસાર નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ ટોપ પર રહ્યું છે. જેણે છેલ્લા 10 વર્ષમાં કુલ 964.27 ટકા રિટર્ન આપ્યું છે. એ જ રીતે, એસબીઆઈ સ્મોલ કેપ ફંડે આ સમયગાળા દરમિયાન 904.58% વળતર આપ્યું છે. આવો જાણીએ એવી જ 20 યોજનાઓ વિશે જેમણે 20 વર્ષમાં ઉત્તમ વળતર આપ્યું છે.
નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ |
964.27% |
એસબીઆઈ સ્મોલ કેપ ફંડ |
904.58% |
ક્વાન્ટ ઇએલએસએસ ટેક્સ સેવર ફંડ |
865% |
ક્વાન્ટ એક્ટિવ ફંડ |
699.93% |
ક્વાન્ટ લાર્જ અને મિડ કેપ ફંડ |
693.38% |
ડીએસપી સ્મોલ કેપ ફંડ |
678.81% |
ક્વાન્ટ ફ્લેક્સી કેપ ફંડ |
669.83% |
એફએસબીસી સ્મોલ કેપ ફંડ |
666.75% |
કોટક ઇમર્જિંગ ઇક્વિટી ફંડ |
665.28% |
એક્સિસ સ્મોલ કેપ ફંડ |
656.79% |
મિરાઈ એસેટ લાર્જ અને મિડકેપ ફંડ |
648.54% |
મોતીલાલ ઓસવાલ મિડકેપ ફંડ |
644.81% |
કોટક સ્મોલ કેપ ફંડ |
628.50% |
એડલવીસ મિડકેપ ફંડ |
617.69% |
ફ્રેન્કલિન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ |
594.43% |
એચડીએફસી મિડ-કેપ ઓપોર્ચ્યુનિટી ફંડ |
588.55% |
ક્વાન્ટ મિડ કેપ ફંડ |
581.71% |
ક્વાન્ટ સ્મોલ કેપ ફંડ |
576.38% |
ટાટા મિડકેપ ગ્રોથ ફંડ |
573.05% |
કેનેરા રોબ ઇમર્જિંગ ઇિક્વિટીઝ ફંડ |
559.18% |
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk