September 20, 2024 4:04 pm

T20 World Cup: અમેરિકાએ આ ખેલાડીને ન આપ્યા વિઝા, રસ્તા પર ઉતરી આવ્યા પીએમ હાઉસ

અમેરિકાએ સતત બીજી વખત નેપાળના લેગ સ્પિનર સંદીપ લામિછાનેના વિઝાને નકારી કાઢ્યા છે. આ સાથે જ લામિછાને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ટી-20 વર્લ્ડકપમાં તેની ટીમની પ્રથમ મેચ 4 જૂને છે, તેથી તેને મોટો ઝટકો લાગ્યો છે. હવે નેપાળની જનતા આ બાબતને લઈને ગુસ્સે છે અને રસ્તા પર પ્રદર્શન કરી રહી છે.

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં તારીખ 2 જૂનથી ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે. આટલી મોટી ટુર્નામેન્ટમાં કોઈ પણ ટીમ નહીં ઈચ્છે કે તેનો કોઈ મોટો ખેલાડી માત્ર વિઝાના કારણે જ બહાર રહે પરંતુ નેપાળ આ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આ બીજી વખત છે જ્યારે અમેરિકાએ લેગ સ્પિનર સંદીપ લામિછાનેના વિઝાને નકારી કાઢ્યા છે. લામિછાનેના વિઝા રિજેક્ટ થવાને કારણે નેપાળની ક્રિકેટ ટીમને ઝટકો લાગ્યો છે. લામિછાને હવે ટી-20 વર્લ્ડ કપમાં ભાગ નહીં લઈ શકે. હવે આ બાબતને લઈને નેપાળની જનતામાં જબરદસ્ત ગુસ્સો જોવા મળી રહ્યો છે. હજારો ચાહકો તેમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.

Big Breaking: રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર પ્રકાશ હિરનના મોતની પુષ્ટિ, DNA થયા મેચ

અમેરિકી દૂતાવાસ અને પ્રધાનમંત્રી ભવનનો ઘેરાવ

સંદીપ લામિછાને નેપાળની ટીમનો મહત્વનો ખેલાડી છે. તેના શાનદાર પ્રદર્શનના કારણે નેપાળની ટીમ ટી-20 વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવામાં સફળ રહી હતી. હવે તેની ગેરહાજરીની અસર ટુર્નામેન્ટમાં ટીમના દેખાવ પર પડી શકે છે. આવી સ્થિતિમાં, નેપાળના લોકો કોઈપણ કિંમતે તેમના ખેલાડીને ટૂર્નામેન્ટમાં ભાગ લેતા જોવા માંગે છે. નેપાળના વડાપ્રધાનના ઘરનો હજારો લોકોએ ઘેરાવ કર્યો હતો અને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે તેમના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ લોકોએ નેપાળ સ્થિત અમેરિકી દૂતાવાસની બહાર પણ પ્રદર્શન કર્યું હતું અને વિભાગના કર્મચારીઓ પર સંદીપ લામિછાનેના વિઝા ક્લિયર કરવા માટે દબાણ કર્યું હતું. આ મામલે સોશિયલ મીડિયા પર પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ઘણા ચાહકોએ તેને નેપાળના રાજાનું અપમાન ગણાવ્યું છે.

નેપાળ ક્રિકેટ એસોસિએશને આશા વ્યક્ત કરી

સંદીપ લામિછાનેને બળાત્કારના કેસમાં જિલ્લા અદાલતે 8 વર્ષની સજા ફટકારી હતી. આ પછી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો પરંતુ હાઈકોર્ટે તેને આ કેસમાં નિર્દોષ જાહેર કરતાં જ તેને તત્કાળ ટી-20 વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવ્યોનથી. આ પછી અમેરિકી દૂતાવાસે 22 મેના રોજ તેના વિઝા રિજેક્ટ કરીને તેને ફરીથી મુશ્કેલીમાં મુકી દીધો હતો. ત્યારબાદ સંદીપે ફરીથી વિઝા માટે અરજી કરી હતી. દૂતાવાસે ૩૦ મેના રોજ ફરીથી તેના વિઝાનો ઇનકાર કર્યો હતો. જોકે નેપાળ ક્રિકેટ એસોસિએશનનું કહેવું છે કે, તેઓ સરકાર મારફતે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે અને સંદીપને આ ટુર્નામેન્ટના વિઝા મળવાની આશા છે.

4 જૂને નેપાળની પ્રથમ મેચ

નેપાળની ટીમ અમેરિકા પહોંચી ચૂકી છે અને ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નેપાળને આ ટુર્નામેન્ટમાં ગુ્રપ ડીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં તેને સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ જેવી ટીમોનો સામનો કરવાનો છે. ટીમ ૪ જૂને નેધરલેન્ડ્સ સામે તેના અભિયાનની શરૂઆત કરશે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE