Heatwave : તીવ્ર ગરમી મગજને પણ અસર કરે છે, માનસિક સ્વાસ્થ્ય બગાડે છે

આ વર્ષે ઉનાળાના રેકોર્ડ તોડવામાં આવી રહ્યા છે. આ વધતી ગરમીમાં લોકોએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ. આવું ન કરવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ગરમીની અસર લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે તેવું જોવા મળી રહ્યું છે, આવું કેમ થઇ રહ્યું છે તે અંગે જાણીએ.

SCVNews.com | Public Health Issues Extreme Heat Warning for SCV | 06-24 ...

Big Breaking: રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર પ્રકાશ હિરનના મોતની પુષ્ટિ, DNA થયા મેચ

દેશના જુદા જુદા ભાગોમાં હાલ આકરી ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશનનો ભોગ બની રહ્યા છે. પરંતુ ગરમીની અસર હવે મગજ પર પણ પડી રહી છે. આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કાળઝાળ ગરમીના કારણે માનસિક સ્વાસ્થ્ય પણ કથળતું જાય છે. રાજસ્થાનમાં આવા અનેક કેસ સામે આવ્યા છે. જે લોકોને પહેલેથી જ માનસિક બીમારી છે, તેમની તબિયત ખરાબ થઈ રહી છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ગરમીની મગજ પર ગંભીર અસર પડી રહી છે, જેના કારણે આ સમસ્યા થઇ રહી છે.

ગરમી માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે બગાડે છે?

શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં અને પરસેવો પાડીને શરીરને ઠંડું કરવામાં મગજ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ વધુ પડતું તાપમાન હોય તો મગજની આસપાસ મગજને રક્ષણ આપતું લેયર બ્લડ-બ્રેઇન બેરિયર તૂટવા લાગે છે. જેના કારણે મગજમાં પ્રોટીન અને આયર્ન જેવા પદાર્થો જમા થવા લાગે છે. આ કારણે મગજમાં સોજાની શરૂઆત થઇ શકે છે. મસ્તિષ્કમાં વધારે પ્રોટીન જમા થવાની સ્થિતિમાં મગજના કોષો મરવા લાગે છે, જે કોઈપણ વ્યક્તિ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

આ સમસ્યાના કારણે મગજના કાર્યો યોગ્ય રીતે કામ કરી શકતા નથી. તેનાથી માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આ કારણે લોકોનું વર્તન ચિડાઈ જાય છે અને ઘણા કિસ્સામાં લોકો અજીબોગરીબ વસ્તુઓ પણ કરવા લાગે છે.

દર વર્ષે સેંકડો લોકોનાં મોત

વધુ ગરમીના કારણે દર વર્ષે સેંકડો લોકો મૃત્યુ પામે છે. વધુ ગરમીથી હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. ડિહાઇડ્રેશન અથવા હીટ સ્ટ્રોકમાં વ્યક્તિના શરીરનું તાપમાન 103 ડિગ્રી ફેરનહિટથી ઉપર જાય છે. આનાથી વ્યક્તિને હીટસ્ટ્રોક, મલ્ટી ઓર્ગન ફેલ્યોર અને જીવનું જોખમ રહે છે. ગરમી ઘણા કિસ્સાઓમાં મૃત્યુનું કારણ પણ બને છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA

Leave a Comment

READ MORE

READ MORE