રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડનો કેસમાં 5માં આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. કિરીટસિંહ જાડેજા TRP ગેમ ઝોનવાળી જગ્યાના 3 મલિકોમાંથી એક માલિક છે. છઠ્ઠો આરોપી અને કિરીટસિંહ જાડેજાનો ભાઈ અશોકસિંહ જાડેજા હજુ પોલીસ પકડથી દૂર છે. કિરીટસિંહ અને અશોકસિંહ TRP ગેમ ઝોનના પ્રોપરાઇટર માલિકો છે અને સગા ભાઈઓ છે. જેમાંથી કિરીટસિંહની ધરપકડ થઇ છે. અશોકસિંહની શોધખોળ ચાલુ કરવામાં આવી. જગ્યાના માલિક હોવા છતાં કેમ આ બાબતોમાં આંખ આડા કાન કર્યા તે સહિતની પૂછપરછ હાથ ધરાઇ છે.
રાજકોટ અગ્નિકાંડમાં 60 ટકાના ભાગીદાર અને FIRમાં જેનું નામ હતું તે પ્રકાશ હિરનનું મોત. તેના DNA મેચ થઇ ગયા છે, દુર્ઘટના વખતે જ તેનું મોત થયું હતું. અગ્નિકાંડમાં ચોંકાવનારી બેદરકારી બહાર આવી છે. એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની મંજૂરી માગી ગેમઝોન બનાવી દેવાયો હોવાનું સામે આવ્યુ છે.