ક્રુઝ પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ઝલક જોવા મળી છે. ઓરીએ 29 મેથી શરૂ થવા જઈ રહેલા આ ભવ્ય ઉજવણીના ફોટો શેર કર્યા છે. જેમાં તેણે ક્રૂઝની અંદરના તેના રૂમનો નજારો બતાવ્યો છે.
મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સિલેબ્રેશનની શરુઆત આજે 29મેથી શરુ થઈ ચુક્યો છે. જેમાં દિગ્ગજ હસ્તીઓ પણ પહોંચી ચુકી છે, આ ક્રુઝમાં 29 મેથી લઈ 1 જૂન સુધી પાર્ટીની ધમાલ જોવા મળશે.
ઈટલીથી શરુ થઈ ફ્રાન્સ સુધી 4380 કિલોમીટરની સફર થશે. આ દરમિયાન ડીજી પાર્ટી, મોજ-મસ્તીની પણ ધમાલ જોવા મળશે, બોલિવુડ સ્ટાર પણ આ પ્રી-વેડિંગમાં પહોંચી ચુક્યા છે. ત્યારે ઈવેન્ટમાં સામેલ ઓરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જે ફિલ્મ સ્ટાર્સ તેમજ રિલાયન્સ પરિવાર સાથે ખૂબ જ ગાઢ બંધન ધરાવે છે.
Big Breaking: રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર પ્રકાશ હિરનના મોતની પુષ્ટિ, DNA થયા મેચ
ચારે બાજુ અનંત અંબાણીના લગ્ઝરી ક્રુઝ પાર્ટીની ચર્ચાઓ થઈ રહી છે. આ વચ્ચે ઓરીએ ક્રુઝ અને બીચના ફોટો શેર કર્યા છે. આ સાથે તેમણે લખ્યું પરફેક્ટ મોર્નિંગ, તમને જણાવી દઈએ કે, ઓરીનું સાચું નામ ઓરાહન અવત્રામણિ છે.
આ સિવાય ઓરીએ ઈટાલીના પોએટો બીચની સુંદર ઝલક બતાવી છે. આ સિવાય આ ક્રૂઝનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ ઝલકમાં ક્રૂઝની અંદરનો દરેક ખૂણો પણ બતાવવામાં આવી રહ્યો છે.
આ વખતે અંબાણીના પાર્ટીમાં રિહાના નહિ પરંતુ શકીરાને બોલવવામાં આવી છે. જાણકારી મુજબ અંદાજે 800 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેની દેખરેખ માટે અંદાજે 600નો સ્ટાફ તૈનાત હશે. આ પાર્ટીની થીમ અલગ અલગ જોવા મળશે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA